Western Times News

Gujarati News

કર્ણાટક-અજમેર સુધી 2200 કિ.મી ની સાયકલયાત્રાએ નીકળેલો યુવાન મુજાહિદ ખાન

હાલોલ,દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યથી રાજસ્થાનના અજમેર શરીફ સુધીના 2200 કિલોમીટર સાયકલયાત્રા ઉપર નીકળેલો યુવાન હાલોલ ખાતે આવી પહોચ્યો હતો.તેનુ સ્થાનિક લોકોએ સ્વાગત કર્યુ હતુ.

દેશમા અમન અને ભાઈચારાના સંદેશ સાથે નીકળેલો યુવાન રસ્તામાં આવતી તમામ દરગાહની પણ મુલાકાત કર હતી.  કર્ણાટક રાજ્યના બેંગલોર પાસે આવેલા લાહરપલ્લાનો રહેવાસી એવો 28 વર્ષીય યુવાન મુજાહીદ ખાન હાલોલ ખાતે આવી પહોચ્યો હતો.

શાંતિ અને અમનના સંદેશ સાથે આ યુવાન રાજસ્થાનના અજમેર ખાતે આવેલી ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીની દરગાહ ખાતે પહોચશે.આ યાત્રા તેને સાયકલ ઉપર આરંભી છે.

અજમેર પહોચીને તે 2200 કિમીની યાત્રા પુર્ણ કરશે.યાત્રાની શરુઆતથી રસ્તામા આવતી દરગાહોની પણ યુવાન મુજાહીદ ખાને મુલાકાત લીધી છે.જેમા મુંબઈમાં આવેલી હાજીઅલી  દરગાહની પણ મુલાકાત લીધી છે.

ત્યારબાદ ગુજરાતમાં તેમની સાયકલ યાત્રા દરમિયાન આવતી દરગાહોની મુલાકાત લીધી છે. હાલોલમાં સ્થાનિક લોકો દ્વારા તેનું સ્વાગત કરવામા આવ્યુ હતુ.ત્યારબાદ તે અજમેર તરફ જવા રવાના થયો હતો. ધાર્મિક આસ્થા જોઈને સૌકોઈએ મુજાહીદ ખાનની આ સાયકલ યાત્રાને બિરદાવી  હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.