Western Times News

Gujarati News

અંકલેશ્વર:સ્પામાં ચાલતા દેહ વ્યાપાર ઉપર પોલીસના દરોડા

અંકલેશ્વરના વધુ બે સ્પામાં ચાલતા દેહ વ્યપાર ઉપર પોલીસના દરોડા : બે સંચાલકો ઝડપાયા તો મહિલા માલિક ફરાર થતા વોન્ટેડ.

સિલ્વર અને ગોલ્ડન સ્પાની આડમાં ચાલતા દેહ વેપારમાં ગ્રાહક દીઠ ૨ હજાર રૂપિયા ગ્રાહકો પાસેથી લેવાતા : પોલીસના દરોડામાં રોકડા રૂપિયા અને મોબાઈલ મળી ૨૨ હજાર સાથે 3 યુવતીઓ મળી આવી.

(વિરલ રાણા) ભરૂચ,અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે કાપોદ્રા પાટિયા પાસે આવેલ આર- ૨૧ કોમ્પ્લેક્ષ માંથી સિલ્વર અને ગોલ્ડન સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કરી ૨ સંચાલકોને ઝડપી પાડ્યા હતા.જયારે સ્પાની મહિલા માલિક ફરાર થઈ ગઈ હતી.તો પોલીસે રોકડા રૂપિયા અને મોબાઈલ મળી ૨૨ હજાર સાથે 3 યુવતીઓ મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ભરૂચમાં નવનિયુક્ત જીલ્લા પોલીસવડા ડૉ.લીના પાટીલે ચાર્જ સાંભળ્યા બાદ ભરૂચ જીલ્લામાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપાર ઉપર તવાહી બોલાવતા પહેલા દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ બિગબોસ સ્પામાં રેડ કરાવી સંચાલક અને ૬ યુવતીઓ સામે કાર્યવાહી કર્યા બાદ લીંકરોડ ઉપર આવેલ શાઈન સ્પામાં ચાલતા દેહ વ્યાપારનો વિડીયો વાયરલ થતા

જીલ્લા પોલીસવડા નીસુચના થી પોલીસે ડમી ગ્રાહક મોકલી રેડ કરતા બે સંચાલકો અને ચાર યુવતીઓ મળી આવી હતી.જેમાં તારના યુવતીઓ વિદેશી મળી આવી હતી જે સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઓમકાર – ૧ કોમ્પ્લેક્ષમાં આવેલ મુસ્કાન સ્પા પાર્લર માં રેડ કરી સંચાલક ની બે યુવતીઓ સાથે અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી કરી હતી.

તો બુધવાર ના રોજ અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ આર- ૨૧ કોમ્પ્લેક્ષમાં સિલ્વર અને કાપોદ્રા પાટિયા સ્થિત ગોલ્ડન સ્પાના આડમાં  દેહ વ્યપાર ચાલતું હોવાની બાતમી જીઆઈડીસી પોલીસને મળી હતી.પી.એસ.આઈ વી.એ.આહીરને મળતા તેઓ વિભાગીય પોલીસવડાના માર્ગ દર્શન હેઠળ ડમી ગ્રાહક અને પંચો તૈયાર કરી પી.એસ.આઈ વી.એ.આહીર,બી.એ.રાઠવા સહિત પોલીસ જવાનોને રેડ માટે તૈયાર કર્યા હતા

અને ડમી ગ્રાહક સ્પામાં  જતા જ પોલીસ ઉપર મિસકોલ કરતા પોલીસે રેડ કરી હતી.પોલીસે કાઉન્ટર ઉપરથી સ્પાનો સંચાલક મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ અંકલેશ્વરની પ્લેટિનમ પ્લાઝાની સામે રહેતો રાજબ સલીમ શેખ સાથે અન્ય બે ઈસમો મળી આવ્યા હતા.

સ્પાના રૂમો માંથી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે યુવતી મળી આવી હતી.તો અન્ય રૂમ માંથી પણ બે યુવતી કઢંગી હાલતમાં મળી આવી હતી.પોલીસે સ્પાના નામે દેહ વ્યપાર ચલાવતા સંચાલકની અટકાયત કરી હતી.

પોલીસના દરોડામાં કાઉન્ટર માંથી રોકડા રૂપિયા ૧૬,૦૦૦ અને ૧ મોબાઈલ ૬,૦૦૦ મળી કુલ ૨૨ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ સંચાલકની પુછપરછ કરતા તેને આ સ્પા કોસમડીની સ્ટાર રેસીડેન્સીમાં રહેતી અહાના તોસીફ ખત્રીનું હોવાનું જણાવ્યું હતું.કાપોદ્રા પાટિયા પાસે ગોલ્ડન સ્પા ચલાવતી હોવાનું જણાવતા પોલીસે ગોલ્ડન સ્પા ખાતે રેડ કરતા સ્પાનું શટર બંધ કરતા સંચાલક શનિ રામવિલાસ ચૌધરીને ઝડપી પાડ્યો હતો.

જયારે બંને સ્પાના મહિલા માલિકને વોન્ટેડ જાહેર કરી તમામની વિરુદ્ધ ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટ ૧૯૫૬ ની ૩,૪,૫,૭ મુજબ નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ જીલ્લા પોલીસવડા તરીકે ડૉ.લીના પાટીલે ચાર્જ લીધા બાદ ભરૂચ જીલ્લામાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપાર ઉપર પોલીસ સક્રિય થઈ દરોડા પાડી રહી છે.

ત્યારે હજુ પણ ભરૂચ જીલ્લામાં સ્પાની આડમાં દેહ વ્યાપાર ધમધમી રહ્યો છે.ત્યારે જીલ્લા પોલીસવડા ડૉ.લીના પાટીલ દ્વારા સ્પા સંચાલકો ઉપર તવાઈ બોલાવી તેને બંધ કરાવે તેવી માંગ ઉઠી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.