પોન્ઝી લિંક્ડ સ્કીમમાં ૨૦૦ પ્લોટ, ત્રણ રાજ્યોમાં ફ્લેટ જપ્ત
નવીદિલ્હી,ઇડીએ આંધ્રપ્રદેશ, તેલંગણા અને કર્ણાટકમાં મની લોન્ડરિંગ સ્કીમમાં ૨૦૦થી વધારે પ્લોટ્સ અને અનેક ફ્લેટ્સ ંજપ્ત કર્યા છે. આ પોન્ઝી સ્કીમના પ્રમોટરોએ રોકાણકારો પાસેથી કરોડો રુપિયા પડાવ્યા છે.ઇડીના જણાવ્યા મુજબ આ સંપત્તિઓને ટાંચમાં લેવા માટે આદેશ જારી કરવામાં આવી ચૂક્યો છે. આ એસેટ કુલ ૧૧૦ કરોડ રુપિયાની છે અને મૈથ્રી પ્લાન્ટેશન એન્ડ હોર્ટિકલ્ચર પ્રાઇવેટ લિમિટેડના નામે છે.
આ કંપની શ્રી નક્ષત્ર બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (એસએનબીડીઆઇપીએલ), મૈથ્રી રિયલ્ટર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટરો લક્કુ કોંડા રેડ્ડી, લક્કુ મલયાદ્રી રેડ્ડી, લક્કુ માધવા રેડ્ડી અને કોલિકાલાપુડી બ્રહ્મા રેડ્ડીની સિસ્ટર કન્સર્ન છે.
કુલ ૨૧૦ એસેટ્સમાંથી ૧૯૬ પ્રોપર્ટીઝ આંધ્રપ્રદેશમાં છે, તેલગણામાં ૧૩ અને કર્ણાટકમાં એક છે. આ પ્રોપર્ટીમાં ખુલ્લી જમીન, પ્લોટ અને ફ્લેટનો સમાવેશ થાય છે.
કંપની દ્વારા ગેરકાયદેસર રીતે પોન્ઝી સ્કીમ ચલાવવામાં આવતી હતી અને તેણે એનબીએફસી તરીકેનું લાઇસન્સ લીધા વગર સામાન્ય લોકો પાસેથી ભંડોળ મેળવ્યું હતું. તેણે નિર્દોષ રોકાણકારો પાસેથી ડિપોઝિટ પેટે લાખાની રકમ મેળવી હતી. તેણે રોકાણકારોને ઊંચા વળતરના ખોટા વચનો આપી લોભાવ્યા હતા અને પ્લોટમાં રોકાણની મુદત પૂરી થયા પછી જંગી વળતર મળશે તેવી લાલચ આપી હતી.HS2KP