અમદાવાદ શહેરમાં ફટાકડાની દુકાનોમાં દરોડા
ચાઈનીઝ બનાવટના ફટાકડાની તપાસ
અમદાવાદ, અમદાવાદ શહેરમાં દિવાળી પૂર્વે બજારમાં ઘરાકી નીકળતા વહેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે તમામ બજારોમાં હાલના દિવસે લોકોની ભારે ભીડ જાવા મળતી હતી. પ્રકાશપર્વ ગણાતા દિવાળીના તહેવારોમાં ઘર સજાવટ ઉપરાંત મીઠાઈઓની ખરીદી તથા સુશોભનની ચીજવસ્તુઓ ખરીદવા માટે નાગરિકો પડાપડી કરતા જાવા મળ્યા હતાં
ત્યારે આ તકનો લાભ ઉઠાવી કેટલાક સ્થાનિક તત્વો દ્વારા નકલી ચીજવસ્તુઓ બજારમાં ઠાલવવામાં આવી રહ્યાં હોવાની માહિતીને ધ્યાનમાં રાખી શહેરના રિલીફ રોડ, દિલ્હી દરવાજા, કાલુપર સહિતના મોટાભાગના વિસ્તારોમાં આવેલી ફટાકડાની દુકાનોમાં પોલીસે વ્યાપક દરોડા પાડયા હતાં અને કેટલાક ચાઈનીઝ બનાવટના ફટાકડા જપ્ત કર્યા હોવાનું જાણવા મળી રહયું છે. પોલીસના દરોડાથી ખાનગીમાં ચાઈનીઝ બનાવટના ફટાકડા વહેચતા વહેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. મળતી માહિતી અનુસાર કેટલાક વહેપારીઓ ખાનગીમાં ચાઈનીઝ બનાવટના ફટાકડા વહેચતા હોય છે.
ચીનના વહેપારીઓ દ્વારા અન્ય ચીજવસ્તુઓની સાથે સંતાડીને પ્રતિબંધિત ચીજવસ્તુઓ ભારતમાં ઘુસાડી દેતા હોય છે. ફટાકડા પણ આજ રીતે ભારતમાં ઠાલવવામાં આવે છે જેની સામે રાજયભરનું પોલીસતંત્ર એલર્ટ છે. શહેરમાં ફટાકડા વહેંચતા વહેપારીઓને વેચાણની પહેલા પોલીસ કમિશ્નર કચેરીમાંથી મંજુરી લેવાની હોય છે અને આ શરતોમાં ચાઈનીઝ બનાવટના ફટાકડાનો પણ ઉલ્લેખ કરાતો હોય છે. . પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અંતિમ સમયની ખરીદી કરવા માટે અને ખાસ કરીને ફટાકડાના વહેપારીઓને ત્યાં નાગરિકોની ભારે ભીડ જાવા મળે છે.
અમદાવાદ શહેરમાં ખાનગીમાં ચાઈનીઝ બનાવટના ફટાકડાનું વેચાણ થતું હોવાની શંકાના આધારે શહેર પોલીસતંત્ર દ્વારા ગઈકાલ મોડી સાંજથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. છેલ્લ બે દિવસની વોચ બાદ ગઈકાલ સાંજથી દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
શહેરના સૌથી મોટા ફટાકડાના બજાર ગણાતા દિલ્હી દરવાજા, કાલુપુર સહિતના માર્કેટોમાં દરેક દુકાનની તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસના દરોડાથી વહેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો ખાસ કરીને ચાઈનીઝ બનાવટના ફટાકડા વેચતા વહેપારીઓએ તાત્કાલિક અસરથી આવા ફટાકડાઓનો નાશ કરવા લાગ્યા હતાં. કેટલાક વહેપારીઓએ સ્વૈÂચ્છક રીતે પોલીસને તેમની કામગીરી કરવા દીધી હતી. પોલીસ તપાસના પગલે શહેરમાં ગઈકાલ સાંજથી ચાઈનીઝ બનાવટના ફટાકડા મળવા મુશ્કેલ બન્યા છે.