ભાવનગરમાં પોલીસ પર ફાયરિંગ, ઘટનાસ્થળેથી આરોપી ફરાર
ભાવનગર,ભાવનગરમાં અસમાજિક તત્વો બેફામ બન્યો છે. અસમાજિક તત્વોનો પોલીસનો કોઈ ભય છે જ નહીં તેવું પ્રદર્શિત થઈ રહ્યું છે. ભાવનગરના મહુવા ખાતેની એક પોલીસ ચોકી સામે ફાયરિંગની ઘટના બની છે. મળતી માહિતી મુજબ આરોપીઓએ પોલીસ પર પણ ફાયરિંગ કરી છે. આરોપી ફાયરિંગ કરી ફરાર થઈ ગયો છે. પોલીસે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ ભાવનગરના મહુવાના ગાંધી બાગ ચોકમાં પોલીસ પર ફાયરિંગ કરી એક શખ્સ ફરાર થયો છે. પોલીસ પર ફાયરિંગમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ફાયરિંગની ઘટનાએ ચર્ચા જગાવી છે. મહુવાના ગાંધી બાગ ચોક પાસે એક શખ્સ કારમાં આવ્યો હતો અને તેણે ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યુ હતુ.
જાેકે પોલીસ પકડવા જતા એક રાઉન્ડ પોલીસ પર પણ ફાયરિંગ કર્યુ હતુ. આરોપી ફાયરિંગ કરી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.HS3KP