પરમાણુ પરીક્ષણ સામે યુએસ અને દ.કોરિયાની ઉ.કોરિયાને ચેતવણી

પ્યોંગયાંગ,ઉત્તર કોરિયાના ભેજાગેપ તાનાશાહ કિમ જાેંગ પાંચ વર્ષ બાદ ફરી પરમાણુ બોમ્બનુ પરિક્ષણ કરવાની તૈયારીમાં છે અને તેની સામે અમેરિકા તેમજ દક્ષિણ કોરિયાએ ચેતવણી આપી છે.
જેના ભાગરૂપે બંને દેશની વાયુસેનાના ૨૦ લડાકુ વિમાનોએ દક્ષિણ કોરિયાના પશ્ચિમી દરિયા કિનારા પર ઉડાન ભરી હતી.
તાજેતરમાં આ બંને દેશોએ ઘણા સંયુક્ત યુધ્ધાભ્યાસ કર્યા છે. આ ૨૦ વિમાનોમાં અમેરિકાએ પોતાના મહાવિનાશક બોમ્બર વિમાનને પણ સામેલ કર્યુ હતુ. આ સાથે એફ-૧૫, એફ-૧૬ અને એફ-૩૫ એ જેવા વિમાનોએ પણ યુધ્ધાભ્યાસમાં ભાગ લીધો હતો.
અમેરિકાએ ચેતવણી આપી છે કે, જાે ઉત્તર કોરિયા ફરી પરિક્ષણ કરશે તો તેને આકરો જવાબ આપવામાં આવશે. અમેરિકાના અધિકારીઓનુ કહેવુ છે કે, કિમ જાેંગ પરમાણુ બોમ્બનુ પરિક્ષણ માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.
જાણકારોનુ માનવુ છે કે ,યુધ્ધાભ્યાસમાં ભાગ લેનારા વિમાનો યુધ્ધ જેવી સ્થિતિમાં ઉત્તર કોરિયાના મિસાઈલ બેઝ, પરમાણુ હથિયારોના બેઝ તેમજ કમાન્ડ કંટ્રોલ બંકરોને તબાહ કરવા માટે મહત્વનો રોલ ભજવશે.
કિમ જાેંગે ૫ જૂને પણ એક સાથે ૮ મિસાઈલોનુ પરિક્ષણ કર્યુ હતુ. મહત્વની વાત એ છે કે, દક્ષિણ કોરિયા અને અમેરિકાના યુધ્ધ જહાજાેએ કરેલા યુધ્ધાભ્યાસ બાદ ઉત્તર કોરિયાએ આ મિસાઈલો લો્ન્ચ કરી હતી.
દરમિયાન અમેરિકાએ પોતાના ગુઆમ નેવી બેઝ પર ચાર બી-૧ બી બોમ્બરોને તૈનાત કર્યા છે.
જે અમેરિકાના શક્તિશાળી વિમાનો પૈકીનુ એક છે. આ વિમાન એક સાથે ૩૫૦૦૦ કિલો હથિયારો લઈ જઈ શકે છે અને મોટાભાગના રડારમાં તે પકડી ના શકાય તેવી ટેકનોલોજીથી બનાવાયેલુ છે. તેના નામ પર સ્પીડ, રેન્જ અને બીજા ૫૦ વિશ્વ વિક્રમ નોંધાયેલા છે.SS2KP