મોબાઈલ, ટેબલેટ અને કેમેરા માટે સિંગલ ચાર્જિંગ પોર્ટ મુદ્દે સહમતી

લંડન,યુરોપિયન યુનિયને વિશ્વની દિગ્ગજ સ્માર્ટફોન ઉત્પાદક કંપની એપલને ભારે મોટો આંચકો આપ્યો છે. યુરોપિયન યુનિયનના (ઈયુ) દેશ અને સાંસદો મંગળવારના રોજ મોબાઈલ ફોન, ટેબલેટ અને કેમેરા માટે સિંગલ ચાર્જિંગ પોર્ટ મુદ્દે સહમત થયા હતા.
આ કારણે ઈલેક્ટ્રોનિક ડિવાઈસ બનાવતી એપલસહિતની તમામ કંપનીઓએ વર્ષ ૨૦૨૪ સુધી યુરોપમાં વેચાણ માટેના તમામ આઈફોનપરનું કનેક્ટર બદલવું પડશે. મતલબ કે, ડિવાઈસ મેન્યુફેક્ચર્સે વર્ષ ૨૦૨૪ સુધી નવી શરતોનું પાલન કરવું પડશે. યુરોપિયન યુનિયનના કમિશનર થિએરી બ્રેટને આ અંગેની જાણકારી આપતી ટિ્વટમાં લખ્યું હતું કે, અમે કોમન ચાર્જરપર એક ડીલ કરી છે.
યુરોપિયન યુનિયનનું માનવું છે કે, તેનાથી ગ્રાહકોને સરળતા રહેશે, તેમના પૈસા બચશે તથા દેશમાં ઈલેક્ટ્રોનિક વેસ્ટ ઘટાડવામાં પણ મદદ મળશે.યુરોપિયન યુનિયનના ઉદ્યોગ પ્રમુખ થિએરી બ્રેટને જણાવ્યું હતછું કે, ‘આજે સવારે અમે જે સોદો કર્યો છે તેના કારણે યુઝર્સને આશરે ૨૫૦ મિલિયન યુરો (આશરે ૨,૦૭૫ કરોડ રૂપિયા)ની બચત થશે.’
આ કાયદાના કારણે એન્ડ્રોઈડ સ્માર્ટફોન બનાવતી કંપનીઓને કોઈ ખાસ સમસ્યા નહીં નડે પરંતુ એપલ કંપનીને ખૂબ મુશ્કેલી પડી શકે છે. હકીકતે એપલઅનેક વર્ષોથી પોતાના આઈફોનજ, આઈપેડ્સ, એરપોડ્સતથા અન્ય એસેસરીઝ માટે પોતાના લાઈટનિંગ પોર્ટનો ઉપયોગ કરતું આવ્યું છે. તેવામાં ઈયુનો આ ર્નિણય એપલમાટે પડકારજનક રહેશે કારણ કે, આગામી સમયમાં કંપનીઓ પોતાના તમામ આઈફોનમોડલને યુએસબી-સીપોર્ટ સાથે આપવા પડશે.
ગત મહિને છપાયેલા એક અહેવાલ પ્રમાણે એપલપહેલેથી જ યુએસબી-સીચાર્જિંગ પોર્ટવાળા આઈફોનપર કામ કરી રહ્યું છે જે આગામી વર્ષથી શરૂ થઈ શકે છે. એપલજ્યારે નવા આઈફોનજ લોન્ચ કરે છે ત્યારે સામાન્ય રીતે જૂના આઈફોનજ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે જેથી લાખો ગ્રાહકો સસ્તા વેરિએન્ટનું ઓપ્શન પસંદ કરે છે.
વર્ષ ૨૦૧૯ના એક અભ્યાસ પ્રમાણે વર્ષ ૨૦૧૮માં મોબાઈલ ફોન સાથે જે ચાર્જર્સ વેચાયા હતા તેમાંથી અડધામાં યુએસબીમાઈક્રો-મ્ કનેક્ટર હતું જ્યારે ૨૯%માં યુએસબી-સીકનેક્ટર અને ૨૧%માં લાઈટનિંગ કનેક્ટર હતું.SS2KP