Western Times News

Gujarati News

કોરોનાના કારણે બંધ પડેલી વિવિધ યાત્રાઓની યોજનાઓ ફરીથી શરૂઃ પૂર્ણશ મોદી

File

(પ્રતિનિધિ) ગાંધીનગર,  સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોના ના કારણે બંધ પડેલી વિવિધ યાત્રાઓની યોજનાઓ પુનઃ શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્યના પવિત્ર યાત્રાધામ વિભાગના મંત્રી પૂર્ણશ મોદીએ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે સરકાર ના યાત્રાધામ વિભાગ દ્વારા કૈલાશ માનસરોવર યાત્રા માટે ૨૨ હજાર ની સબસીડી ચૂકવાય છે.

જ્યારે તેજ રીતે સિંધુ દર્શન માટે ૧૫ હજાર , આદિવાસીવિસ્તારના અનુસૂચિત જન જાતિ નો નાગરિક અયોધ્યા રામચંદ્ર ભગવાનના દર્શને જશે તો પ્રત્યેક વ્યક્તિ દીઠ ૫ હજારની સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો બીજી તરફ કોરોના ના કારણે ગુજરાત સરકાર ની શ્રવણ યાત્રા બંધ હતી.જે પુનઃ શરૂ કરવાનો ર્નિણય સરકારે લીધો હોવાનું જણાવ્યું છે.

આ તબક્કે વધુ વિગતો આપતાં પૂર્ણશ મોદીએ કહ્યું કે શ્રવણ યાત્રામાં હવે ૧૫ હજાર લાભાર્થીઓને ત્રણ દિવસની યાત્રામાં ૫ હજાર ની ખર્ચ રાહત આપવામાં આવશે. જ્યારે સિંધુ દર્શનલેહ લદ્દખ માટે ૯૦૦ લાભાર્થીઓને મંજૂરી આપવામાં આવશે. જેમાં ૧૫ હજાર ની સબસીડી મંજુર કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

ઉપરાંત આદિવાસી વિસ્તારના અનુસૂચિત જનજાતિ ના લોકો અયોઘ્યા ની વધુમાં વધુ મુલાકાત કરી દર્શન કરે તે માટે મોટા કાર્યક્રમ નું આયોજન સરકાર ની વિચારણા હેઠળ હોવાની સ્પષ્ટતા પૂર્ણશ મોદીએ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.