ચીપની અછતને કારણે ગાડીની ડીલીવરીમાં વેઈટીંગ લંબાયુ
ચીનથી આયાત થતી ચીપ ભારતમાં જ તૈયાર કરવા જાણીતી કંપની મેદાનેઃસમય જશે, ચીનથી આયાત નિયંત્રિત થતાં શોર્ટેજની સ્થિતિ
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ફોર વ્હીલર્સ ગાડીઓમાં ઉપયોગમાં લેવાતી ‘ચીપ’ પ્રમાણમાં ઓછી ઉપલબ્ધ થતી હોવાથી ગાડીઓના ઉત્પાદન પર તેની વ્યાપક અસર થતાં ગ્રાહકોને તેની ડીલીવરી સમય કરતા મોડી મળતી હોવાની વ્યાપક ફરીયાદો બજારમાં ઉઠી છે. આની પાછળ કેટલાંક જાણીતા કારણો જવાબદાર મનાય છે.
આ અંગે વધુ વિગતો મેળવવા માટે એસ.જી. હાઈવે પર આવેલી એક જાણીતા ઓટો મોબાઈલ ડીલરના માર્કેટીંગ મેનેજરનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે ‘ચીપ’નો ફોર વ્હીલર્સમાં ઉપયોગ થાય છે.
તેનો ડેબિડ કાર્ડ-ક્રેેડીટ કાર્ડમાં પણ ઉપયોગ જાેવા મળે છે. એકંદરે ચીપની શોર્ટેજ છે. પરંતુ આ એક ઉપજાવેલી શોર્ટેજ છે. અમુક કંપનીઓના ફોર વ્હીલસ રેગ્યુલર ઉપલબ્ધ થાય છે. પણ એ વાતનો પણ ઈન્કાર થઈ શકે એમ નથી કે ચીપ નહીં મળવાને કારણે મેન્યુફેકચરીંગ મોડુ થતું હોવાથી ગાડીઓની ડીલીવરીમાં પણ સમય જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફોર વ્હીલર્સ તથા અન્ય સાધનોમાં વપરાશમાં લેવાતી ચીપ ચીનથી આયાત કરવામાં આવતી હતી.પરંતુ ચીન સાથે સંબંધોમાં ખટાશ આવ્યા પછી આયાત નિયંત્રીત થતાં તેની વ્યાપક અસર ફોર વ્હીલર્સમાં વપરાતી ચીપ પર પડી છે. ચીપની આયાત ઓછી થતાં ગાડીઓની ડીલીવરીમાં ત્રણથી ચાર મહિનાનો સમય થઈ રહ્યો છે. તેથી ગ્રાહકોમાં એક પ્રકારની ફરીયાદ ઉઠી રહી છે.
દરમ્યાનમાં ભારત સરકાર ‘ચીપ’ નું ઉત્પાદન સ્થાનિક કક્ષાએ કરવામાં આવે તે માટે પ્રયાસ કરી રહી છે. ભારતની એક જાણીતી કંપનીએ તેનંુ પ્રોડકશન શરૂ કરી દીધુ છે. પરંતુ હજુ તેનેે સમય લાગી શકે એમ છે.
આ ચીપનો ઉપયોગ ‘મલ્ટીપર્પઝ’ થાય છે. ફોર વ્હીલર્સ’ની સાથે ડેબિટ કાર્ડ ક્રેડીટ કાર્ડમાં પણ તેનો ઉપયોગ થતો હોય છે. આગામી દિવસોમાં ભારતમાં તેનું ઉત્પાદન થતા રાહત મળે એવી પૂરેપૂરી શક્યતાઓ છે.