મહિલાએ સાડી પહેરીને અદભૂત સ્કેટિંગ કર્યું
નવી દિલ્હી, વર્તમાન સમયે સોશિયલ મીડિયા પર સાડી પહેરીને મહિલા સ્કેટિંગ કરતી હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોએ ઈન્ટરનેટ પર બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ વિડીયો કેરળનો હોવાનું જાણવા મળે છે અને આ વિડીયોના લોકોએ ખૂબ વખાણ કર્યા છે. આમ જાેવા જઈએ તો તમે ઘણા લોકોને સ્કેટિંગ કરતા જાેયા હશે, પરંતુ એક મહિલાએ સાડી પહેરી ખૂબ સારી રીતે સ્કેટિંગ કરતાં લોકોને આશ્ચર્ય થયું છે.
સોશિયલ મીડિયા પરના વાયરલ વીડિયોમાં મહિલા સાડી પહેરીને સ્કેટિંગ કરતી જાેવા મળી રહી છે. સફેદ કોટનની સાડી પહેરેલી આ મહિલા ઈન્ટરનેટ પર સૌનું દિલ જીતી રહી છે. મહિલાનું નામ લારિસા ડી’સા હોવાનું કહેવાય છે, તેણે કેરળમાં વીડિયો શૂટ કર્યો હતો. વીડિયોમાં કેરળની ગ્રીનરીની સાથે સાથે સફેદ સાડી પહેરેલી મહિલા ઈન્ટરનેટ પર સૌનું મન મોહી રહી છે.
View this post on Instagram
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર larissa_wlc નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, હું આવું કરતી હતી ત્યારે મારી આસપાસ ઘણા બધા પ્રેક્ષકો એકઠા થયા હતા. તેમાંથી કેટલાકે સેલ્ફી પણ લીધી હતી.
હાહાહા, મજા આવી ગઈ. સાડી પહેરીને લોંગબોર્ડ કરવું સહેલું ન હોવાનું હું દર્શાવવા માંગુ છું. અત્યાર સુધીમાં આ વીડિયોને ૧.૫૨ લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જાેયા બાદ યૂઝર્સ રીએક્શન આપી રહ્યા છે. કેટલાક યૂઝર્સે તેને હ્રદયસ્પર્શી ગણાવ્યું હતું, યુઝર્સે મહિલાના ભરપૂર વખાણ કર્યા છે.
અહી ઉલ્લેખનિય છે કે, એકાદ વર્ષ પહેલા ૪૬ વર્ષની મહિલાના શાનદાર સ્કેટિંગ મૂવ્સ ઈન્ટરનેટ પર વાયરલ થયા હતા. તેમણે સાડી પહેરી દિલધડક સ્કેટિંગ કર્યું હતું. ટોરેન્ટોની ઓર્બી રોય તરીકે ઓળખાતી આ મહિલા અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ ‘આન્ટી સ્કેટેસ’ પર સ્કેટિંગના વીડિયો શેર કરતી રહે છે.
ઓર્બીની પ્રતિભા જાેઈને કહી શકાય કે ઉંમર બાબતે ક્યારેય નિરાશ થવું જાેઈએ નહીં. તે સમયે વાયરલ થયેલા તે વીડિયોમાં તેઓ પર્પલ સાડીમાં પોતાના સ્કેટબોર્ડ પર ગ્લાઇડ કરતા જાેવા મળ્યા હતા અને વિડીયોને હજારો લાઇક મળી હતી. લોકોએ વિડીયો બાબતે વિવિધ રીએક્શન આપ્યા હતા.SS1MS