અભિનેત્રી અમિષા પટેલે પોતાનો જન્મ દિવસ ઉજવ્યો

મુંબઈ, અમીષા પટેલ એક એવી ગુજરાતી મોડલ-એક્ટ્રેસ છે જેણે હિન્દી અને તમિલ, તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ૯ જૂન, ૧૯૭૬ના રોજ મુંબઈમાં જન્મેલી આ એક્ટ્રેસ એવી હિરોઈનોમાંની એક છે જેમની પહેલી ફિલ્મ સુપરહિટ રહી હતી. આશા પટેલ અને અમિત પટેલની પુત્રી અમીષાએ રોમેન્ટિક થ્રિલર ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી ડેબ્યૂ કર્યું હતું.
આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમીષાની ચર્ચા રાતોરાત થવા લાગી. અમીષાના માતા-પિતા પણ તેમની પુત્રીની સફળતાથી ખૂબ ખુશ હતા, પરંતુ જ્યારે આ પુત્રીએ તેના પિતાને કાનૂની નોટિસ મોકલી ત્યારે તે ઘણી ચર્ચામાં આવી હતી.
ચાલો પિતા-પુત્રીના ઝઘડાની વાર્તા કહીએ. નિર્દોષ ચહેરો ધરાવતી, બ્યૂટિફૂલ અમીષા પટેલને તેની પહેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ તેના પિતા અમિત પટેલના કારણે મળી હતી.. આ ફિલ્મની સફળતા અને ‘ગદર’ની સફળતાએ અમીષાને બોલિવૂડની હિટ અભિનેત્રીની હરોળમાં મૂકી દીધી.
View this post on Instagram
હમરાઝ પણ અમીષાની સુપરહિટ ફિલ્મ હતી. આ પછી એવું માનવામાં આવતું હતું કે આ એક્ટ્રેસ લાંબી રેસનો ઘોડો છે. પરંતુ સમય જતાં અમીષાનું નામ ફિલ્મોને બદલે વિવાદોના કારણે વધુ ચર્ચામાં આવ્યું. ૪૦ થી વધુ ફિલ્મોમાં કામ કરનાર અભિનેત્રીનો કરિયર ગ્રાફ ઉપરની જગ્યાએ નીચે જવા લાગ્યો અને તે કો-એક્ટ્રેસ બની ગઈ. ઇકોનોમિક્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ અભિનેત્રી જીવન અને સંબંધોના અર્થશાસ્ત્રને સમજવામાં પાછળ પડી ગઈ.
સામાન્ય રીતે અભિનેત્રીઓના નામ ઘણા લોકો સાથે જાેડાયેલા હોય છે, જાેકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ વાત સામાન્ય છે, પરંતુ જ્યારે અમીષાએ પોતાના પિતા પર આરોપ લગાવ્યો તો લોકો દંગ રહી ગયા. એટલું જ નહીં અભિનેત્રીએ તેના પિતાને લીગલ નોટિસ પણ મોકલી હતી. અમીષા પટેલે તેના પિતા પર લગભગ ૧૨ કરોડ રૂપિયા પડાવી લેવાનો અને તેના ખાતાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
અમીષા તેના પિતા પર ગેરરીતિના આરોપોને કારણે ઘણી ચર્ચામાં રહી હતી. જાેકે, બાદમાં અભિનેત્રીના માતા-પિતા સાથે સમાધાનના સમાચાર પણ આવ્યા હતા. અમીષાનો ભાઈ અશ્મિત પટેલ છે જે મોડલિંગ અને એક્ટિંગ કરે છે.
અમીષા પર એક પ્રોડ્યુસર દ્વારા કરોડોની છેતરપિંડીનો કેસ દાખલ કરવામં આવ્યો હતો. જે મામલે તેને કોર્ટનાં ચક્કર પણ કાપવાં પડ્યાં હતાં. તેણે પૈસા લીધા બાદ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. એક ફિલ્મ જાેવા ગયેલી અમીષાએ રાષ્ટ્રગાનનું અપમાન કર્યું હતું.
ફિલ્મ પહેલાં ચાલુ થતા રાષ્ટ્રગાનમાં તે ઉભી થઇ ન હતી. જે બાદ એક વ્યક્તિએ ટિ્વટર પર તેનાં વિશે પોસ્ટ લખી તેને આડે હાથ લીધી હતી. આ સમયે અમીષાએ સામે એવી દલીલ કરી હતી કે, હું પિરિયડ્સમાં હતી અને પિડામાં હતી. તેથી હું ઉભી થઇ ન હતી.SS1MS