ક્રૂડ ઓઈલ ન હોઈ ભારતીય સરકારી કંપનીઓની જરુરિયાત પૂર્ણ કરવા રશિયન કંપનીઓનો ઈનકાર
નવી દિલ્હી, ફેબ્રુઆરીથી મે મહિનાના અંત સુધી ભારતની ખાનગી રીફાઈનરીઓએ જંગી માત્રામાં રશિયન ક્રુડની આયાત કર્યા પછી દેશની ત્રણેય સરકારી કંપનીઓએ પણ સસ્તા ક્રુડ ઓઈલ માટે રશિયાનો સંપર્ક કર્યો હતો. વિશ્વમાં ક્રુડ ઓઈલના ભાવ ૧૩ વર્ષની ઉંચી સપાટીએ છે ત્યારે સસ્તું ક્રુડ ઓઈલ ભારતને મોટી રાહત આપી શકે એવી શક્યતાઓ હવે ધૂંધળી બની રહી છે.
કારણ કે, રશિયન કંપનીઓએ પોતાની પાસે હવે ક્રુડ નથી અને સરકારી કંપનીઓની જરૂરીયાત પૂર્ણ કરવા માટે અસમર્થતા દર્શાવી હોવાનું જાણવા મળ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં રશિયાએ યુક્રેન ઉપર ચઢાઈ કરી અને હજુ પણ ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્રના મુખ્ય ઇંધણ ક્રુડ ઓઈલના ભાવ ૯૭ ડોલર સામે વધી ૧૨૧ ડોલર પ્રતિ બેરલની ઉંચી સપાટીએ છે.
ભારત તેની કુલ જરૂરીયાતના ૮૪ ટકા ક્રુડની આયાત કરે છે અને વિશ્વમાં સૌથી મોટા આયાતકારમાં તેનો સમાવેશ થાય છે.આ સમસ્યામાં વિશ્વના સૌથી મોટા ક્રુડ નિકાસકાર રશિયાએ ભારતને મદદ કરવા તૈયારી દાખવી હતી. રશિયન ક્રુડ ઉપર અમેરિકાએ પ્રતિબંધ મુક્યો છે. રશિયાના ચલણ ઉપર અને વૈશ્વિક પેમેન્ટ ગેટ-વે સ્વીફ્ટમાંથી રશિયાને કાઢી મુકવામાં આવ્યું છે એટલે વૈશ્વિક બજારમાં રશિયન ક્રુડના કોઈ ખરીદનાર નથી.
રશિયાએ પોતાના યુરાલ ક્રુડ વૈશ્વિક ભાવ સામે ૩૦ ડોલર પ્રતિ બેરલ ડિસ્કાઉન્ટમાં આપવા તૈયારી દાખવી હતી. ભારતની ખાનગી રીફાઇનરીઓએ ખરીદી શરૂ પણ કરી દીધી છે. આ પછી સરકારી ક્ષેત્રની ત્રણ કંપનીઓએ પણ રશિયા સાથે લાંબાગાળાનો કરાર કરી સસ્તું ક્રુડ ખરીદવા માટે કાર્યવાહી શરૂ કરી હતી.બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર ભારતે યુદ્ધ શરૂ થયું ત્યારથી મે સુધીમાં રશિયા પાસેથી ચાર કરોડ બેરલ જેટલું ક્રુડ ઓઈલ આયાત કર્યું છે.
આ આયાત અગાઉના વર્ષ કરતા ૨૦ ટકા વધારે છે. અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને નાયર એનર્જી (જેની માલિકી રશિયન કંપની રોઝનેફ્ટની છે) બન્ને રશિયન ક્રુડ ઓઈલ આયાત કરે છે. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશને દર મહીને ૬૦ લાખ બેરલ માટે કરાર કર્યો છે. અત્યારે માત્ર રિલાયન્સ અને નાયરા જ રશિયન ક્રુડ ઓઈલની આયાત કરી રહ્યા છે.
આશ્ચર્યજનક રીતે, રશિયન કંપનોઓ હવે ક્રુડ નથી અને પોતે વધારાનું ક્રુડ ઓઈલ ભારતની કંપનીઓને આપી શકે એમ નથી એવું જણાવ્યું છે.
આ અંગે સુત્રોને ટાંકી વૈશ્વિક ન્યુઝ એજન્સી રોઈટર્સનો એક અહેવાલ આવ્યો છે. જાે આ ઘટના સાચી હોય તો સસ્તું ક્રુડ ઓઈલ ખરીદી ભારતના ગ્રાહકોને રાહત મળે, દેશની વેપાર ખાધ ઉપર અંકુશ રહે એવી સરકારની ગણતરીઓ ઉંધી પડી શકે છે.ભારત કરતા જાેકે, મેડીટેરીયન દેશો ખાસ કરીને ઇટાલી અને તુર્કીની રશિયન ક્રુડ ઓઈલની આયાત ઉંચી છે.
રશિયાએ યુરાલ ક્રુડની કરેલી કુલ ૨૭ લાખ બેરલ પ્રતિ દિવસની નિકાસમાંથી ત્રીજાે ભાગ આ બન્ને દેશ મેળવી રહ્યા છે. મે મહિનાની રશિયાની કુલ ક્રુડ નિકાસમાં ભારતનો હિસ્સો ૨૭ ટકા હતો જે એપ્રિલમાં ૪૩ ટકા જેટલો ઉંચો હતો.
ભારતની હિન્દુસ્તાન પેટ્રોલિયમાં અને ભારત પેટ્રોલિયમે પણ રશિયન કંપની રોઝનેફ્ટ પાસેથી સસ્તા ક્રુડ ઓઈલની માંગ કરી હતી પણ રોઈટર્સના અહેવાલ અનુસાર કંપનીએ હવે આ બીજી બે કંપનીઓ સાથે કરાર કરવાનો ઇનકાર કર્યો છે.
રોઝનેફટ પાસે હવે નિકાસ વધારવા માટે કોઈ જગ્યા નથી અને જેટલું ઉત્પાદન થાય છે તેની નિકાસ માટે કરાર થઇ ગયા હોવાનું કમ્પનીએ જણાવ્યું છે.આ ઉપરાંત, યુરોપીયન સંઘે રશિયન ક્રુડની નિકાસ કરતા ટેન્કરને વીમો આપવા ઉપર પ્રતિબંધ મુક્યો છે. આ પ્રતિબંધના કારણે ક્રુડ ઓઈલની નિકાસના કરાર પણ હોય પણ વીમો નહી મળતા યુરોપીયન દેશોની માલિકીના મરીન કાર્ગો શીપ હવે તૈયાર થયા નથી.
વિકલ્પ તરીકે રશિયા ઈરાન સુધી ક્રુડ ઓઈલ પહોંચાડે અને પછી ત્યાંથી શીપમાં ભરવામાં આવે એવી શક્યતા પણ ચકાસવામાં આવી છે પણ મરીન ઇન્સ્યુરન્સનો વૈશ્વિક બિઝનેસ મોટા ભાગે યુરોપ અને બ્રિટનના હાથમાં હોવાથી આમાં પણ અડચણ આવી શકે છે.SS2KP