નાની બાળકીને બાંધીને ભર તડકામાં ધાબા પર છોડી દેવાઈ
નવી દિલ્હી,દિલ્હીનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં નાનકડી બાળકીને હાથ-પગ બાંધીને ધાબે બળબળતા તડકામાં રડતી-કકડતી છોડી દેવામાં આવી છે. શરૂઆતમાં પોલીસને તે વીડિયો કરાવલ નગર ક્ષેત્રનો હોવાની જાણકારી મળી હતી. જાેકે બાદમાં તે ખજૂરી ખાસ વિસ્તારમાં આવેલી તૂકમીરપુર ગલી નંબર-૨ ખાતેની ઘટના હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે બાળકીની માતાએ પોલીસ સમક્ષ એવો બચાવ કર્યો હતો કે, તેમની દીકરીએ શાળાનું ગૃહકાર્ય નહોતું કર્યું માટે તેને ૫થી ૭ મિનિટ સજા આપવામાં આવી હતી અને બાદમાં તેને નીચે લાવી દીધી હતી.પોલીસે ટિ્વટરના માધ્યમથી આ મામલે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની માહિતી આપી હતી.
વીડિયો નજીકના જ કોઈ ઘરના ધાબા પરથી રેકોર્ડ કરવામાં આવ્યો છે. આશરે ૨૫ સેકન્ડના આ વીડિયોમાં તેને રેકોર્ડ કરનારી મહિલાએ એક બાળકીને તેની માતાએ બપોરે ૨ઃ૦૦ વાગ્યે ધોમધખતા તડકામાં ધાબામાં છોડી દીધી છે તેમ જણાવ્યું હતું.ss2kp