ટ્વીટર એલોન મસ્કને દરરોજની લાખો ટ્વીટ્સના ડેટાની એક્સેસ પ્રદાન કરશે

વોશિંગ્ટન, ટિ્વટર એલોન મસ્કની માગણી સામે ઝુકી શકે છે. ટેસ્લા પ્રમુખે ટિ્વટર ખરીદવાના સોદામાંથી પાછા હટી જવાની ધમકી આપી ત્યાર બાદ આ સમાચાર સામે આવ્યા છે. એક અહેવાલ પ્રમાણે કંપની મસ્કની માગણી સ્વીકારવા માટે તૈયાર છે.હકીકતે સોમવારના રોજ એલોન મસ્કના વકીલોએ ટિ્વટરને પત્ર લખ્યો હતો જેમાં ડીલ તૂટવા સંબંધી ધમકી આપી હતી.
પત્રમાં લખ્યું હતું કે, કંપની ફેક એકાઉન્ટ્સ અને ટિ્વટર સ્પેમ સંબંધી જાણકારી ન આપીને કરારની શરતોનું ઉલ્લંઘન કરી રહી છે. જાે આમ જ ચાલશે તો ડીલ તૂટી શકે છે.રિપોર્ટ પ્રમાણે ટિ્વટર બોર્ડ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે, તે મસ્કને માઈક્રો બ્લોગિંગ સાઈટ પર દરરોજ પોસ્ટ કરવામાં આવતી લાખો ટિ્વટ્સ સાથે સંબંધીત આંતરિક ડેટાની એક્સેસ પ્રદાન કરશે.
વેસબશ સિક્યોરિટીઝના એનાલિસ્ટ ડૈન ઈવેસે આ અંગેની ટિ્વટમાં લખ્યું હતું કે, ‘આ હોટ બટન મામલે મસ્ક અને બોર્ડ વચ્ચે જે મુખ્ય સંઘર્ષ ચાલી રહ્યો છે તેને ખતમ કરશે, તેના લીધે જ સોદો અટકી પડ્યો છે.’ ટિ્વટરના સીઈઓ પરાગ અગ્રવાલે જણાવ્યું કે, ટિ્વટર પર કોઈ પણ દિવસે સક્રિય ૫ ટકાથી ઓછા ખાતાઓ બોટ છે પરંતુ ઉપયોગકર્તાના ડેટાને ખાનગી રાખવાની જરૂરિયાતના કારણે તે વિશ્લેષણને બાહ્યરૂપે દોહરાવી ન શકાય.
ઉલ્લેખનીય છે કે, એલોન મસ્કે એપ્રિલ મહિનાના અંતમાં ટિ્વટરને ૪૪ બિલિયન ડોલરમાં ખરીદવાના સોદા માટે સહમતિ દર્શાવી હતી. જાેકે ત્યાર બાદ મે મહિનાના મધ્યગાળા દરમિયાનથી તેમણે ફેક એકાઉન્ટ્સ અંગેના પ્રશ્નને પ્રમુખતાથી રજૂ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમણે કહ્યું હતું કે, જાે તેમના પ્રશ્નોનું સમાધાન નહીં થાય તો તેઓ કરાર રદ કરી શકે છે.ss2kp