ઝારખંડમાં રેપના બે આરોપીને ગામજનોએ માર મારીને સળગાવ્યા, એકનું મોત નિપજ્યું
રાંચી,દેશમાં યુવતીઓ સાથે રેપની ઘટનાઓ સતત વધી રહી છે, અને ગુન્હેગારો કાયદા કે સજાના ડર વગર આ કૃત્ય કરતા અચકાતા નથી. ત્યારે વધુ એક રેપની ઘટના ઝારખંડમાં બની હતી, જ્યાં એક ૧૭ વર્ષીય કિશોરી સાથે રેપ કરવા બદલ ગામના લોકોએ જ આરોપીઓને સજા આપી હતી અને કાયદાને હાથમાં લીધો હતો.
ગામના લોકોએ કિશોરી સાથે રેપ કરનાર બે આરોપીઓને માર મારીને જીવતા સળગાવવાની ઘટના સામે આવી છે. ઝારખંડમાં એક ૧૭ વર્ષીય કિશોરી માતા પિતા સાથે એક લગ્ન સમારોહમાં ગઇ હતી,જ્યાં રિટર્નમાં બસ ન મળતા મા બાપે પોતાની બાળકીને બે શખ્સ જેબાઇક પર વસુઆ આવી રહ્યાં હતા, તેમને જાેઇને પુત્રીને ઘરે લઇ જવા માટે કહ્યું.
બધા એક જ ગામના હોવાના કારણે પિતાએ ગામના લોકો પર વિશ્વાસ રાખીને પુત્રીને યુવકોની સાથે મોકલી દીધી. આ બંને આરોપી જેમનુ નામ સુનીલ ઉરાંવ અને આશી ઉરાંવ છે, તેમણે રસ્તામાં કિશોરી સાથે દુષ્કર્મ કર્યું હતુ.જે બાદ તેને ઘરે છોડી. પીડિતાએ પોતાની સાથે થયેલી ઘટના પરિવાર સમક્ષ મુકી હતી.
જે સાંભળીને પરિવારના લોકો ગુસ્સે ભરાઇ ગયા અને બંને યુવકોને મારપીટ કરીને પોતાના ગામમાં લઇને આવ્યા.
અંબાટોલી ગામમાં મારપીટ કરતાં કરતાં પેટ્રોલ છાંટીને આગના હવાલે કરી દેવામાં આવ્યા, બંને યુવકોના પરિવારના લોકો યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા,જ્યાં યુવકોને રિમ્સ રેફર કરી દેવામાં આવ્યા,
જ્યાં એકની મૃત્યુ થઇ ગઇ.આ ઘટના રાતે બની હતી,જ્યારે આરોપીઓને ગામના લોકોએ આગના હવાલે કરી દીધા હતા. આ ઘટનાની તપાસ ચાલુ છે.ss2kp