Western Times News

Gujarati News

મુંબઈએ ઉત્તરાખંડને ૭૨૫ રને હરાવીને વર્લ્ડ રેકોર્ડ કર્યો

મુંબઈ,દેશમાં ફર્સ્ટ કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થતું હોય છે. આ રમત સ્પર્ધામાંથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા માટે ક્રિકેટ ખેલાડીઓ મળે છે. મુંબઇ અને ઉતરાખંડ વચ્ચે મેચ રમાઇ જેમાં મુંબઇની ટીમે ઉતરાખંડને ૭૨૫ રને હરાવતા આ જીત એક વિશ્વ રેકોર્ડ બની છે. અગાઉ આટલા લાંબા માર્જિનથી ફસ્ટ કલાસ ક્રિકેટમાં કોઇ પણ દેશની ટીમે જીત મેળવી નથી.

આ મેચમાં ડેબ્યુ સ્ટાર સુવેદ પારકરે ૨૫૨ અને સરફરાઝખાને ૧૫૩ રન બનાવ્યા હતા. આ ઉપરાંત યશસ્વી જયસ્વાલે પણ સદી ફટકારી હતી. આ સાથે જ મુંબઇએ મેચ જીતી લેતા કવાટર ફાઇનલથી આગળની સફર ચાલું રાખી હતી. મુંબઇએ પ્રથમ શ્રેણી ક્રિકેટ માટે ન્યૂ સાઇથ વેલ્સનો ૯૨ વર્ષ જુનો રેકોર્ડ તોડયો હતો. ન્યુ સાઉથ વેલ્સે એ સમયે કવીન્સલેંડને ૬૮૫ રને હરાવીને શેફીલ્ડ ટ્રોફીમાં જીતનો રેકોર્ડ બનાવ્યો હતો.

રણજી ટ્રોફીમાં રનોની દ્વષ્ટીએ સૌથી મોટો વિજય બંગાળનો હતો જેણે ઓડિશાને ૫૪૦ રને હરાવ્યું હતું. મુંબઇ રણજી ટ્રોફીમાં સૌથી વધુ ૪૨ વાર ચેમ્પિયન રહી છે. છેલ્લે મુંબઇ ૨૦૧૫-૧૬ની સીઝન દરમિયાન ચેમ્પિટન ટ્રોફી મેળવી હતી. મૂંબઇ પોતાની પ્રથમ પારીમાં ૮ વિકેટના ભોગે ૬૪૭ રન બનાવ્યા હતા.ત્યાર પછી મુંબઇના બોલરોએ ઉતરાખંડના બેટસમેનોને પીચ પર ટકવા દીધા ન હતા.

શમ્સ મુલાનીએ પાંચ વિકેટ લઇને ઉતરાખંડને ૧૧૪ રનોમાં પેવેલિયન મોકલવામાં મોટો ફાળો આપ્યો હતો. મૂંબઇની ટીમ આમ તો ભારે સરસાઇ ધરાવતી હતી તેમ છતાં કેપ્ટને ફરી બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો. બીજા દાવમાં મુંબઇના યશસ્વી જયસ્વાલે ૧૦૩ અને કેપ્ટન પૃથ્વી સાવે ૭૨ રનની પારી રમી હતી.મુંબઇના ઓપનરોએ ૧૧૫ રનની ભાગીદારી કરી જયારે નંબર ૩ પર રમવા આવેલા આદિત્ય તારેએ ૫૬ બોલમાં તાબડતોબ ૫૭ રન કર્યા હતા.

છેવટે મુંબઇએ ૩ વિકેટના ભોગે ૨૬૧ રન કરીને ઇનિંગ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. ઉતરાખંડને પહાડ જેટલો વિશાળ ૭૯૪ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. આ લક્ષ્યાંક સામે ઉતરાખંડની ટીમ માત્ર ૬૯ રનમાં આઉટ થઇ જતા ૭૨૫ રને મુંબઇએ ઐતિહાસિક જીત મેળવી હતી.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.