શહેર કોટડામાં બે લાખના ૨૦ કિલો ગાંજા સાથે ત્રણ ઝડપાયા
અમદાવાદ,અમદાવાદ શહેરકોટડાના સુમેલ કોમ્પ્લેક્સ પાસેથી બુધવારે સાંજે સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપે ૨ લાખની મતાના ૨૦ કિલો ગાંજા સાથે ત્રણ આરોપીને ઝડપી લીધા છે. પોલીસ તપાસમાં રવિ નામના શખ્સ પાસેથી આરોપીઓ ગાંજાનો જથ્થો લાવ્યા હતા. એસોજીની ટીમે આરોપી મુકેશ હરજી રાવળ રહે, નરોડા, દિલીપ નરેન્દ્ર બજરંગે રહે, સરદારનગર, અને રાજેશ મંછારામ પ્રજાપતિ રહે, કુબેરનગરની ધરપકડ કરી હતી.
પોલીસને બાતમી મળી હતી કે, શહેરકોટડા આબેન્ડકર હોલથી સુમેલ બિઝનેસ સેન્ટર થઈ અંબિકા ચાર રસ્તા તરફ બાઈક પર બે ગાંજાે લઈ કેટલાક શખસો જનાર છે. જે બાતમી આધારે બુધવારે સ્પેશ્યલ ઓપરેશ ગ્રૂપે વોચ ગોઠવતા પલ્સર બાઈક આવતા રોકી તપાસ કરી હતી.
બાઈક પર સવાર લોકો પાસેથી ૨૦ કિલો ૧૫૦ ગ્રામ ગાંજાે રૂ.૨,૦૧,૫૦૦નો જથ્થો પકડાયો હતો.પોલીસે આરોપીઓને પકડી તેઓ પાસેથી ગાંજા સહિત રૂ.૨,૫૨,૯૫૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આરોપીઓની પૂછપરછમાં તેઓ આ મુદ્દામાલ સુરતના રવિ પાસેથી લાવ્યા હતા.ss2kp