હાંસોટની સાનિયા સાદિક શેખની વર્લ્ડ રેસલિંગમાં પસંદગી
(પ્રતિનિધિ) ભરૂચ, હૈદરાબા ના ઈન્દોર સ્ટેડિયમ ખાતે તા.૧ લી જુન થી ૫ જુન ૨૦૨૨ ના રોજ રમાયેલ ૪૪ નેશનલ આર્મ રેસ્ટલિંગમાં ૨૪ રાજ્યના ૮૦૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો.જેમાં ગુજરાતના ૪૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો.જેમાં ગુજરાતે ૪ સિલ્વર, ૪ બ્રોન્સ અને ૧ ગોલ્ડ મેળવ્યા હતા.
જેમાં ૮૦ કિલો વુમન્સ કેટેગરી માં હાલ સુરત ખાતે રેહતી હાંસોટની શેખ સાનિયાએ સિલ્વર મેડલ જીતી બીજા ક્રમે આવી ગુજરાત રાજ્યનું નામ રોશન કરી તેમના સમગ્ર હાંસોટી સમાજનું ગૌવરવ પણ વધાર્યું છે.વુમન્સ કેટેગરી માં ગુજરાતે પ્રથમ વખતે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું છે
તેમજ આ વિજેતાઓની તુર્કી ખાતે ઓક્ટોબર ૨૦૨૨ માં યોજાનાર ઈન્ટરનેશનલ આર્મ રેસ્ટલિંગ માં પસંદગી થઈ છે.ગુજરાત માંથી વુમનસ કેટેગરીમાં પ્રથમ વખતે શેખ સાનિયાનું ઈન્ટરનેશનલ લેવલે સિલેક્શન થતા પરિવારજનોમાં ખુશી જાેવા મળી રહી છે.
આ અગાઉ અમદાવાદ ખાતે યોજાયેલી ૩૪ મી ગુજરાત રાજ્ય આર્મ-રેસ્લીંગ સ્પર્ધાની મહિલા કેટેગરીમાં પણ સાનિયા સાદિક શેખ ૮૦ કિલો ગ્રામ ગૃપમાં રાઈટ અને લેફ્ટ હેન્ડ બન્ને માં ગોલ્ડ મેડલ મેળવવા ઉપરાંત ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બની હતી અને ત્યાં વિજેતા બન્યા બાદ સાનિયા શેખની પસંદગી હૈદરાબાદ ખાતે યોજાયેલ નેશનલ ચેમ્પયનશિપમાં પસંદગી કરવામાં આવી હતી.હવે વર્લ્ડ રેસ્ટલીંગ માં પસંદગી થતા પરિવારજનો અને હંસોટી સમાજ માં આનંદની લાગણી પ્રસરી છે.