નોટબંધી, સર્જીકલ સ્ટ્રાઈક, 370 હટાવ્યા પછી પણ કાશ્મીરમાં આતંકવાદ અટક્યો નથી
‘શાન તેરી કભી કમ ના હો એ વતન’……!
કાશ્મીર પર હુમલો કરનારા પાકિસ્તાનને ૧૯૪૮, ૧૯૬૫, ૧૯૭૧ના યુદ્ધમાં પોતાના જાનની બાજી લગાવી દેનાર આ મુસ્લિમ કમાન્ડોની શહાદત મંદિર મસ્જીદના વિવાદમાં ખંડિત ન થાય તેનું નેતાઓ ધ્યાન રાખશે?!
તસવીર કાશ્મીર વિધાનસભા ની છે! જ્યાં હાલ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું શાસન નથી પણ રાજ્યપાલ નું શાશન છે એટલે કે કેન્દ્ર સરકારનું શાસન છે ઈનસેટ તસવીર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની છે જમ્મુ કાશ્મીર માં આતંકવાદી પ્રવૃત્તિ એ જાેર પકડ્યું છે અને આતંકવાદી હિંદુઓ ને જ નહિ મુસ્લિમોનીે હત્યા કરી રહ્યા છે!!
કેન્દ્ર સરકારે ‘નોટ બંધી’ કરી ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અપેક્ષા હતી કે નોટબંધીથી આતંકવાદ પર કાબૂ આવશે! પણ કોઈ ફરક પડ્યો નથી!! કેન્દ્ર સરકારે સર્જીકલ સ્ટ્રાઈક કરી પણ આતંકવાદ અટક્યો નથી! કેન્દ્ર સરકારે આતંકવાદ કાબૂમાં લેવા માટે કાશ્મિરને બે વિભાગમાં વહેચી નાખ્યું છતાં આતંકવાદીઓને જે કરવું છે એ કરતા રહે છે!
જમ્મુ-કાશ્મીરમાં ગવર્નર નું શાસન છે, કેન્દ્ર સરકારનું શાસન છે! છતાં કાશ્મીરી પંડિતો પર હુમલા વધી ગયા છે!! કેન્દ્ર સરકારે ૩૭૦ ની કલમ નાબૂદ કરીને દેશવાસીઓને ભરોસો આપ્યો કે ‘આતંકવાદને કાબૂમાં લેવા અને દરેક ભારતીય કાશ્મીર માં વસી શકે તેવા હેતુ રહેલો છે’ પરંતુ કાશ્મીર ની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે બીજા ત્યાં જઈ કરે શું?!
અને સરકારે કાશ્મીરી પંડિતો ને ત્યાં વસાવી આતંકવાદને પડકાર ફેંક્યો તો જમ્મુ કાશ્મીર માં કાશ્મીરી પંડિતો હિંદુઓ ટાર્ગેટ થયા એટલું જ નહીં કહેવાય છે કે ૪૦૦થી વધુ મુસ્લિમો પણ ટાર્ગેટ કર્યા છે કાશ્મીરી પંડિતોએ, કર્મચારીઓએ જાન ગુમાવ્યા છે ખાસ કરીને ટાર્ગેટ કિલિંગની ઘટના વધી છે!!
અને તાજેતરમાં સોપિયા માં ગ્રેનેડ થી હુમલો થયો ૩૭૦ ની કલમ હટાવી ને સરકાર આતંકવાદ પર કેટલો કાબુ મેળવ્યો છે તેની સમીક્ષા કેન્દ્ર સરકારે જાતે કરવાની જરૂર છે કહેવાય છે કે હાઇબ્રીડ આતંકીઓ લક્ષ્ય હતા ભારતીય મુસ્લિમો પણ છે માટે કેન્દ્ર સરકારે આતંકવાદને નાબૂદ કરવો હોય તો કાશ્મીરના દેશભક્ત ભારતીય મુસ્લિમ નો સાથ લેવાની જરૂર છે!
‘હિન્દુ-મુસ્લિમ’ ધાર્મિક વિભાજન, કોમવાદી વિભાજન અને ધાર્મિક સ્થળોના વિવાદો પર વડાપ્રધાને અટકાવી દેવા મનની વાત કહેવાની જરૂર છે! જેવી રીતે ‘શીખ આતંકવાદ’ ને નાબૂદ કરવા શીખોનો સાથ લેવાયો હતો એવી તે ભારતીય મુસ્લિમો નો સાથ લઈને આતંકવાદને ટાર્ગેટ કરવા પડશે
દેશમાં ૧૯૪૮ થી ૧૯૭૧ સુધી ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં અનેક જાબાજ કમાન્ડર દેશ માટે લડતાં વીરગતિને પ્રાપ્ત થયા હતા!! ૧૯૪૮માં પાકિસ્તાને ખૂબ જ ચતુરાઈ પૂર્વક જમ્મુ કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે બ્રિગેડીયર મોહમ્મદ ઉસ્માને ૯૦૦ થીવધુ સૈનિકો નો ખાત્મો બોલાવ્યો હતો
આ સમયે બ્રિગેડીયર મોહમ્મદ ઉસ્માન નું માથું વાઢી લાવનારને પાંચ હજારનું ઇનામ જાહેર કર્યું હતું આખરે તેના પર તેમના ૫૦ પાઉન્ડ નો ગોળો ફેકાતા તેઓ શહીદ થયા હતા તેમના શહીદ મરણોપ્રાંત મહાવીર ચક્ર સન્માન પણ કરાયું હતું ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અબ્દુલ હમીદને ચાર ડિવિઝનની બેવડી જવાબદારી સોંપાઈ હતી તેમણે પાકિસ્તાની ટેન્કો નો એકલા હાથે ખુરદો બોલાવતા બોલાવતા વીરગતિને પ્રાપ્ત પામ્યા હતા
તેમને મરણોપરાંત પરમવીર ચક્ર એનાયત કરાયું હતું સિપાઈ મોહંમદ અયુબ ખાને ૧૯૬૫માં ભારત પર પાકિસ્તાન હુમલો કરી દીધો હતો ત્યારે મોહમ્મદ અયુબ ખાને પોતાની ટેંક ને પાકિસ્તાનની વચ્ચે લઇ જઇ એકસાથે પાકિસ્તાનની ચાર ટેન્કો તોડી નાખી હતી અને પાકિસ્તાનની ટેંક નો કબજાે લીધો હતો
તેમને ૧૪ નવેમ્બર ૧૯૬૫ ના દિવસે વીરચક્રથી સન્માનિત કર્યા હતા લેફ્ટનન્ટ કર્નલ સલીમ કાલેબ પણ ૧૯૬૫ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ખેમકરણ વિસ્તારમાં ત્રણ બટાલિયનો નેતૃત્વ કર્યું હતું! રાત્રે ત્રણ વાગ્યે ૩૦ મિનિટે ઘમાસાન ટેંક યુદ્ધ થયું હતું અને પાકિસ્તાનની એક સાથે ૧૫ ટેન્કોનો નાશ કર્યો હતો ભારતીય લશ્કરની વિજય ગાથાને દુહાઈ અપાય છે ૧૯૪૮ થી ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન ભારતીય લશ્કરમાં મુસ્લિમ કમાન્ડરોએ કર્નલોએ સૈનિકઓએ પોતાની જાનની બાજી લગાવી ત્રિરંગાની ભારત ની શાન રાખી છે. ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા ઝેબા દ્વારા )
જનતા જાગૃત થાય અને ભારતના બંધારણીય ઇતિહાસ અને લશ્કરના જવાનોના ઇતિહાસનો અભ્યાસ નહીં કરે તો આઝાદીને નુકસાન થશે!
અમેરિકાના ઉપ પ્રમુખ જ્હોન કોલને ને કહ્યું છે કે ‘‘આઝાદી મેળવવા કરતાં જાળવી રાખવી કઠીન છે’’!! અમેરિકાના ૩૪માં પ્રમુખ દ્રવેઇત હોવરે કહ્યું છે કે ‘‘શાંતિ અને ન્યાય એ એક જ સિક્કાની બે બાજુઓ છે’’!! જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ સામે કેન્દ્ર સરકારે અનેક પગલાં લીધા છે
દરેક વખતે એવો દાવો કર્યો છે કે જે તે ર્નિણયથી આતંકવાદ અટકશે પણ હવે તો ૩૭૦ નાબુદ કર્યા પછી ટાર્ગેટ કિલિંગની ઘટનાઓએ જાેર પકડ્યું છે!! દેશમાં અન્ય ગુનાઓ પણ વધ્યા છે પણ સરકારે બનાવેલા નવા કાયદાઓથી ગુનાખોરી અટકતી નથી કેમ??! ત્યારે લોકોએ ભારતના મતદારોએ વિચારવું જાેઈએ કે તેનો ખરો ઈલાજ શું છે?!