સાકરપરામાંથી ગેરકાયદે વૃક્ષો કાપતા બે શખ્સો ઝડપાયા
અમરેલી, થોડા મહિના પહેલાં જ આવેલી ફિલ્મ પુષ્પા જેવી જ ઘટના અમરેલીના સાવરકુંડલામાં બનવા પામી છે. સાવરકુંડલા તાલુકાના સાકરપરાના રેવન્યુ વિસ્તારમાંથી ગેરકાયદેસર વૃક્ષોને કાપવાની માહિતી મળતા સાવરકુંડલા વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. અને વૃક્ષ કાપતા બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
અમરેલી જીલ્લાના સાવરકંુડલા તાલુકાના સાકરપરાના રેવન્યુ વિસ્તારમાંથી બે ઈસમો ગેરકાયદેસર રીતે વૃક્ષોને કાપી ટ્રકમાં ભરીનેે મહુવા લઈ જવાના હતા. જાે કે આ બાબતની જાણ પહેલાં જ વન વિભાગને મળતા વન વિભાગની ટીમે બે ઈસમોની અટકાયત કરી હતી. જે ટ્રકમાં વૃક્ષ લઈ જવાના હતા તે ટ્રકને વન વિભાગે કબજે કરી હતી. આ ઉપરાંત લુવારા ફાટક પાસેથી બન્ને શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.
સાવરકંડુલાની રાઉન્ડ ફોરેસ્ટની ટીમ બે ઈસમો પાસેથી એડવાન્સ રીકવરી પેટેે રૂા.રપ,૦૦૦નો દંડ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા બંન્ને આરોપી છગનભાઈ બાબુભાઈ ભીલ, ભાવેશભાઈ બિજલભાઈ ચોહાણ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના નેસવાડના રહેવાસી છે.