Western Times News

Gujarati News

લગ્નના ચોથા દિવસે જ દુલ્હન ૨.૨૦ લાખનો ચૂનો લગાવી ફરાર

જામનગર, લગ્ન વાંચ્છુક ૨૮ વર્ષના યુવાન લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો છે. લગ્ન થયા બાદ યુવાન ખુશ-ખુશ હતો પણ ચોથા દિવસે એક એવી ઘટના બની કે તેણે રોવાનો વારો આવ્યો છે. પરપ્રાંતીય સાગર સદાશિવ ધનગર નામના યુવાને શુભાંગી પ્રભાકરણ સિંદે નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ પછી લૂંટેરી દુલ્હન યુવકના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત ૨.૨૦ લાખનો ચૂનો ચોપડીને ફરાર થઈ ગઈ હતી.

આ મામલે સાગરે પત્ની બનનારી યુવતી સહિત અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જામનગર પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે.લગ્નના ચાર જ દિવસ થયા હતા અને સાગર હજુ તો તેની પત્નીને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને એક દિવસ ખબર પડી કે પત્ની ઘરમાં ક્યાંય દેખાતી જ નથી, આ સિવાય તિજાેરીમાંથી સામાન અને રોકડા રૂપિયા પણ ગાયબ હતા,

તેણે પત્નીને શોધવા માટે જ્યારે ફોન જાેડ્યો ત્યારે શંકા અને સોશિયલ મીડિયા પર થોડી તપાસ કરી તો પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. હવે પોલીસે આ મામલે જામનગરની પોલીસે લૂંટેરી દુલ્હન સહિત ૬ લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.મળતી વિગતો પ્રમાણે જામનગરના બેડેશ્વર કાપડની મિલની ચાલીમાં ગરબી ચોકમાં રહેતા પરપ્રાંતીય સાગરે તારીખ ૨૭ જાન્યુઆરી ૨૦૨૨માં મહારાષ્ટ્રના યવતમાલની વતની શુભાંગી સાથે લગ્ન કર્યા હતા.

લગ્નના ખર્ચ પેટે યુવક પાસેથી યુવતીની માતા મનિષાબેન, વચેટિયા આશાબેન, રાજકોટના પ્રકાશ ધરમશીભાઈ મારુ, સુરતની મહિલા સંગીતાબેન અને અમદાવાદના દલાલ વિષ્ણુભાઈ વગેરેએ ૧.૮૦ લાખ રૂપિયા લીધા હતા. લગ્ન પછી શુભાંગી સાગરના ઘરે પત્ની તરીકે રહી હતી અને ચોથા દિવસે તેણે પોત પ્રકાશ્યું હતું. એવી પણ વિગતો સામે આવી રહી છે કે લૂંટેરી દુલ્હન શુભાંગી સાથે સાગરે નોટરી કરાર પણ કર્યા હતા.

સાગરની પત્ની બનીને આવેલી શુભાંગી નામની લૂંટેરી દુલ્હન તિજાેરીમાંથી ૪૦ હજાર રોકડા, મંગળસૂત્ર, સોનાની વીંટી, નાકનો દાણો સહિતના ઘરેણા લઈને ફરાર થઈ ગઈ હતી. જ્યારે સાગરે પોતાની પત્ની ક્યાંય ના દેખાતા તેણે તપાસ માટે તેને ફોન કર્યો હતો, પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. આ પછી સાગરને ચિંતા થતા તેણે સોશિયલ મીડિયા તપાસ્યું જેમાં પણ આ મહિલાએ કેટલાક લોકોને છેતર્યા હોવાનું માલુમ પડ્યું હતું.

આ કેસમાં મહારાષ્ટ્ર પોલીસે અગાઉના ગુનેગારોની ધરપકડ કરી લીધી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું.પત્ની બનીને આવેલી શુભાંગી આ રીતે છેતરીને નાસી જશે તેવું સાગરે સ્વપ્ને પણ નહોતું વિચાર્યું, પરંતુ પોતાની સાથે મોટો કાંડ થઈ જતા તેણે આ અંગે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે લૂંટેરી દુલ્હન અને તેના મળતિયાઓ સહિત છ સામે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.