IT ટીમને ૬ કરોડ રોકડા, દાગીના, ૧૦ લોકર મળ્યા
વડોદરા, વડોદરામાં આઇટી વિભાગ દ્વારા બે દિવસ અગાઉ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરાના ઓપી રોડ પર આવેલી બેંકર્સ હોસ્પિટલ તેમજ સહજાનંદ ગૃપ અને સુરત ખાતે આવેલી હોસ્પિટલના નાણાકીય વહીવટોની તપાસ કરવામાં આવી હતી.
જ્યાં આઈટી વિભાગની ટીમ દ્વારા લાંબુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બે થી ત્રણ દિવસ સુધી આઈટી વિભાગના સ્ટાફ દ્વારા કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક અને નાણાકિય વહિવટના દસ્તાવેજાે સહિતની ઝીણવટભરી તપાસ કરાઈ હતી.જેમાં બેનામી આર્થિક વહીવટના પુરાવા હાથ લાગ્યા હોવાની જાહેર થયું છે.
આ તપાસ મામલે પુરાવા સમાન ઇન્કમટેક્સ વિભાગની ટીમને રોકડ, દાગીના સહિત ૬ કરોડ જેટલી જંગી રકમ અને ૧૦ લોકર મળી આવ્યા હોવાનું સતાવાર રીતે જાહેર થવા પામ્યું છે. આ ઉપરાંત ડિજિટલ પુરાવારૂપે આઈટીની ટીમની તપાસ દરમિયાન પેનડ્રાઈવ, લેપટોપ, કમ્પ્યુટર પણ હાથ લાગ્યા છે.
૫૦ જેટલા અધિકારીઓ દ્વારા ત્રણ ટીમ બનાવીને કરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન બેનામી નાણાંકીય વ્યવહાર અને અકાઉન્ટ સંબંધી ફાઈલો પણ જપ્ત કરવામાં આવી છે. બે દિવસ અગાઉ વડોદરાની બેંકર્સ ગ્રુપની ઓફિસ, હોસ્પિટલ, માલિકોના ઘર પર પણ આઈટીની ટીમ ત્રાટકી હતી.વહેલી સવારથી જ આઇટી વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
આઇટી વિભાગની ૩ ટીમો દ્વારા સઘન તપાસ શરૂ કરાઈ હતી. આ ઉપરાંત સુરતમાં પણ બેંકર્સ હોસ્પિટલ ખાતે પણ આઇટીએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.પીપલોદ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં ટીમ તપાસમાં જાેડાઇ હતી.લગભગ ૫૦ જેટલા અધિકારીની ટીમ તપાસમાં જાેડાઈ હતી. કોરોના બાદ જમીન અને સોનાની ખરીદી કરવાના પગલે આ તપાસ થઈ હોવાની ચર્ચા જાગી હતી.SS3KP