Western Times News

Gujarati News

સુરેન્દ્રનગરમાં મહિલાનું ગળું કાપી હત્યા કરાઈ

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોવાના પુરાવારૂપ વધુ એક હત્યાની લોહિયાળ ઘટના પ્રકાસમાં આવી છે. રાત્રિના સમયગાળા દરમીયાન પાટડી તાલુકાના મેરા ખાતે દંપતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બેરહેમીથી મહિલાનું ગાળું કાપી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે જ્યારે મૃતક મહિલાના પતિને ગંભીર ઇજા પહોંચતા તેને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાના ગામ મેરામાં ખૂની ખેલ ખેલાયો છે. રાત્રિના સમયે પાલા વાઘેલા તથા તેમના પત્ની ગંજરાબેન વાઘેલા પોતાના ઘરે આરામ ફરમાવી રહ્યા હતા આ દરમિયાન એકાએક ઘરમાં ત્રાટકેલા અજાણ્યા શખ્સોએ ખુન્નસ સાથે દંપતિ પાર હુમલો કર્યો હતો. જ્યાં છરીના આડેધડ ઘા ઝીંકી ઘરમાં મહિલાનું ગાળું કાપી ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું

જ્યારે પાલાભાઇ વાઘેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયા હતા. આ વારદાતને અંજામ આપી આરોપીઓ નાશી છૂટયા હતા. આ અંગે આજુબાજુના લોકોને જાણ થતાં તે તાત્કાલિક દોડી ગયા હતા. જ્યાં લોહિના ખાબોચિયા સહિતની સ્થિતિ જાેઈ સ્થાનિકો પણ હેબતાઇ ગયા હતા. જ્યાં ગંભીર રીતે ઘવાયેલ પાલાભાઇને મહેસાણા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસ દોડી ગઇ હતી.

આ મામલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સો મણના સવાલ ઊભો થયો છે. વધુંમાં દસાડા-લખતરના ધારાસભ્ય નૌશાદ સોલંકી અને વિક્રમ રબારી સહિતના કોંગ્રેસી આગેવાનો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તથા સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત દસાડા પોલીસ સ્ટાફે ગામમાં પહોંચી તપાસ હાથ ધરી હતી.મેરા ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા.

દલીત દંપતિ પર હુમલાની ઘટનાથી સનસનાટી મચી છે અને સમગ્ર પંથકમાં અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું છે. પોલીસે હત્યારાઓ સુધી પહોંચવા અને હત્યાનું કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.