મહારાષ્ટ્રમાં પુનઃ એનડીએઃ હરિયાણામાં ત્રિશંકુ
તમામ એકઝીટ પોલ ખોટા પડ્યાઃ મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાના ગઠબંધને સ્પષ્ટ બહુમતી કરતા વધુ બેઠકો હાંસલ કરી |
નવી દિલ્હી : મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચુંટણી બાદ તમામ ઓપનીયન પોલોમાં બંને રાજયોમાં ગત ચૂંટણી કરતા પણ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી વધુ બેઠકો મેળવશે તેવુ જણાવવામાં આવ્યું હતું પરંતુ આજે સવારથી મતગણતરી શરૂ થતાં જ પ્રારંભમાં ભાજપ અને તેના સાથી પક્ષો ઉજવળ દેખાવ કરી ઓપનીયન પોલ પ્રમાણે વધુ સીટો મેળવે તેવુ ચિત્ર ઉપસી રહયુ હતું.
પરંતુ મતગણતરી આગળ વધતા તમામ ઓપનીયન પોલ ખોટા પડી રહયા છે તેવુ લાગી રહયું છે. મહારાષ્ટ્રમાં ભાજપ એકલા હાથે સ્પષ્ટ બહુમતી મેળવશે તેવુ માનવામાં આવતું હતું જાકે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના ગઠબંધન સ્પષ્ટ બહુમતી કરતા વધુ બેઠકો પર સરસાઈ ધરાવી રહયું છે. જયારે હરિયાણાના પરિણામો ચોંકાવનારા આવી રહયા છે.
સત્તાધારી ભારતીય જનતા પાર્ટી બહુમતીના આંકડાથી થોડી દુર રહી જાય તેવુ રાજકીય નિષ્ણાંતો માની રહયા છે. જાકે બપોર સુધીમાં આ ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે. હાલમાં હરિયાણામાં ત્રિશકુ વિધાનસભા બને તેવુ ચિત્ર ઉપસી રહયું છે.
કેન્દ્રમાં એનડીએની સરકારે સતત બીજી વખત સત્તા પ્રાપ્ત કરી છે અને ત્યારબાદ એક પછી એક રાજયોમાં ભાજપની લોકપ્રિયતામાં વધારો થઈ રહયો છે જાકે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપે સત્તા ગુમાવી હતી પરંતુ લોકસભાની ચૂંટણીમાં આ બંને રાજયોમાંથી સૌથી વધુ લોકસભાની બેઠક ભાજપે મેળવી હતી. ભાજપની વધતી જતી લોકપ્રિયતાના પગલે કોંગ્રેસ મુકતનો નારો આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ તાજેતરમાં જ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાં જ મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના ગઠબંધન દ્વારા તથા સામે કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધન દ્વારા જારશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંખ્યાબંધ રેલીઓને સંબોધવામાં આવી હતી. જેના પરિણામે ચૂંટણી પ્રચારમાં પણ ભારે ઉત્તેજના ફેલાઈ હતી.
મહારાષ્ટ્રમાં ફરી વખત ભાજપ- શિવસેના સત્તા સ્થાને આવે તેવુ ચિત્ર ઉપસી રહયું હતું. મહારાષ્ટ્રમાં યોજાયેલી ચૂંટણી બાદ એકઝીટ પોલ આવ્યા હતા અને તેમાં ભાજપ એકલા હાથે સરકાર રચે તેટલી સીટો મેળવશે તેવો દાવો કરવામાં આવ્યો હતો.
આજે સવારથી જ મતગણતરી શરૂ થતાં જ પ્રારંભિક ચિત્ર પ્રમાણે ઓપનીયન પોલ સાચા જણાતા હતા પરંતુ મતગણતરી આગળ વધતા ભાજપની બેઠકો ઘટવા લાગી હતી. જાકે ભાજપ અને શિવસેનાના ગઠબંધનના કારણે મહારાષ્ટ્રમાં ફરી વખત એનડીએની સરકાર રચાવા જઈ રહી છે.
કુલ ર૮૮ બેઠકોમાંથી ભાજપ અને શિવસેનાના ગઠબંધને ૧૮૦થી પણ વધુ બેઠકો પર મજબુત સરસાઈ મેળવી લીધી છે. સામા પક્ષે મહારાષ્ટ્રમાં ફરી એક વખત એનસીપીના વડા શરદ પવારે પોતાનો જાદુ બતાવ્યો છે.
આ વખતે નાદુરસ્ત તબીયત, ઈડી દ્વારા કરવામાં આવેલા કેસ તથા વરસાદી માહોલમાં સઘન પ્રચાર કર્યો હતો જેના પરિણામે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ કરતા પણ એનસીપીને વધુ બેઠકો મળે તેવુ ચિત્ર ઉપસી રહયું છે.
આમ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ કરતા એનસીપીનો વધુ સારો દેખાવ જાવા મળી રહયો છે. મહારાષ્ટ્રમાં મુંબઈમાં પંકજા મુંડે પ્રારંભથી જ પાછળ ચાલતા હતાં આ ઉપરાંત અન્ય દિગ્ગજ નેતાઓ વચ્ચે પણ ખરાખરીનો જંગ જાવા મળતો હતો. જાકે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પ્રથમ રાઉન્ડથી જ સરસાઈ ધરાવતા હતાં.
જયારે શિવસેનાના પ્રમુખના પુત્ર આદિત્ય ઠાકરે પણ પ્રારંભથી જ સરસાઈ ધરાવે છે. ઠાકરે પરિવારમાંથી સૌ પ્રથમવાર આદિત્ય ઠાકરે ચૂંટણી લડી રહયા છે. આમ મહારાષ્ટ્રમાં ફરી એક વખત ભાજપ- શિવસેનાનું ગઠબંધન સત્તા મેળવશે તેવુ સ્પષ્ટ લાગી રહયું છે.
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી ખટ્ટર દ્વારા અબજી બાર ૭૦ કે પાર નો નારો આપવામાં આવ્યો હતો અને ઓપનીયન પોલમાં પણ ભાજપની બેઠકો વધશે તેવો દાવો રજુ કરવામાં આવ્યો હતો. આજે સવારે મતગણતરી શરૂ થતાં જ પ્રારંભિક રાઉન્ડમાં ભાજપ પ૦થી વધુ બેઠકો પર સરસાઈ ધરાવતુ હતું જેના પરિણામે ભાજપની છાવણીમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.
પરંતુ મતગણતરી આગળ વધતા જ ભાજપની બેઠકોમાં સતત ઘટાડો જાવા મળી રહયો હતો. હરિયાણાની કુલ ૯૦ બેઠકો માટે ૪૬ બેઠકો મેળવવી આવશ્યક હતી પરંતુ મતગણતરી આગળ વધતા જ ભાજપની બેઠકો ઘટતા બહુમતીથી પણ ઓછી થવા લાગી હતી.
જેના પરિણામે મતગણતરી આગળ વધતા જ હરિયાણામાં ખરાખરીનો જંગ શરૂ થયો હતો. હરિયાણામાં આ વખતે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે હરિયાણાની ચૂંટણીમાં ત્રણ મંત્રીઓ પ્રથમ રાઉન્ડથી જ પાછળ જાવા મળતા હતાં. જેના પરિણામે રાજકીય નિષ્ણાંતો તેને ગંભીર બાબત ગણાવતા હતા અને મતગણતરી આગળ વધતા જ ભાજપ માટે એકલા હાથે સરકાર બનાવવાનું કાર્ય અઘરુ બન્યું હતું. મતગણતરી આગળ વધતા જ ભાજપની સીટો ઘટતા જ ભાજપની છાવણીમાં સન્નાટો જાવા મળતો હતો. જયારે કોંગ્રેસના નેતાઓ ખુશીથી રસ્તા પર આવી ગયા હતાં.
જયારે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં સરકાર બનાવવા માટે ચૌટાલાના રાજકીય પક્ષ જેજેપી નો ટેકો લેવો બંને પક્ષો માટે જરૂરી હોવાથી હવે ચૌટાલાના પૌત્ર દુષ્યંત ચૌટાલા કિંગમેઈકર સાબિત થવા જઈ રહયા છે અને તેમણે સવારથી જ મીડીયામાં આ મુદ્દે નિવેદનો આપવાના શરૂ કરી દીધા છે. હરિયાણામાં ત્રિશકુ સરકાર રચાય તેવી સ્પષ્ટ સ્થિતિ જાવા મળી રહી છે. જયારે મહારાષ્ટ્રમાં ફરી વખત ભાજપ- શિવસેનાનું ગઠબંધન સત્તા મેળવશે.