ખેતરમાં આવેલા કુવામાં મગર પડ્યોઃ વન વિભાગે બચાવ્યો
શહેરા તાલૂકાના વિસ્તારોમાં આવેલા તળાવોમાં મગરની વસ્તી જાેવા મળે છે. તાલુકાના ધાયકા ગામે ખેતરમાં આવેલા કુવામાં મગર પડી જતા ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરવામા આવી હતી.
મગર પડ્યો હોવાની માહિતી મળતા શહેરા વનવિભાગ અને મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડમીની ટીમ દ્વારા મગરને રેસક્યુ કરીને કુવામાંથી બહાર કાઢવામા આવ્યો હતો. મગરની લંબાઈ માપતા આઠ ફુટ થવા પામી હતી,ત્યારબાદ સહીસલામત રીતે મહિસાગર નદીમાં છોડવામા આવ્યો હતો.