પીપલગ ખાતે દિવ્યાંગોને વિનામુલ્યે સહાયક સાધનોનું વિતરણ
(માહિતી) નડિયાદ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયની એડીપ યોજના અંતર્ગર્ત અંધજન મંડળ નડીઆદ અને સી.આર.સી.
અમદાવાદના સંયુક્ત ઉપક્રમે નડીઆદના પીપલગ ગામની સ્નેહ સ્કૂલ ખાતે વિકલાંગોને વિના મુલ્યે સહાયક સાધનો-વિતરણનો કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને ૨૫ ટ્રાઈ-સાઇકલ, ૯ વ્હીલચેર, એમઆર કીટ તથા અન્ય ટોકન સાધનો માનનીય મંત્રીશ્રી અર્જુનસિંહના વરદ હસ્તે આપવામાં આવ્યા હતા.
પ્રસંગ અનરૂપ વક્તવ્ય આપતા શ્રી અર્જુનસિંહે દિવ્યાંગોના ઉત્કર્ષ માટે સતત દિશાસૂચન કરીને વિકાસના કામોમાં કડીરૂપ બનવા બદલ અંધજન મંડળ નડીઆદ સંસ્થાને બિરદાવી હતી. આ સાધનનોથી દિવ્યાંગ બંધુઓના જીવનમાં સકારાત્મક પરિણામ આવે એવી આશા રાખતાં મંત્રીશ્રીએ વધુમાં સંસ્થા અને તમામ લાભાર્થીઓને ભવિષ્યમાં પણ તમામ રીતે મદદરૂપ થવાની ખાતરી આપી હતી.