Western Times News

Gujarati News

દરરોજ ૩૦ મિનિટ સાયકલ ચલાવવાના છે, જબરદસ્ત ફાયદાઓ

પ્રતિકાત્મક

જાે તમે વજન ઘટાડવા અથવા ફિટ રહેવા માટે ટિપ્સ અપનાવતા રહો છો તો તમારા વર્કઆઉટ પ્લાનમાં સાયકલ ચલાવવાનો સમાવેશ કરો. દરરોજ સાયકલ ચલાવવાના ઘણા જબરદસ્ત ફાયદા છે. યોગ અને કસરતની જેમ સાયકલ ચલાવવી એ પણ એક શારીરિક પ્રવૃત્તિ છે, જે હ્ય્દય અને ફેફસાં બંનેને સ્વસ્થ રાખે છે.

આટલું જ નહી, સવારે સાયકલ ચલાવવાને કારણે આખો દિવસ શરીરમાં એનર્જી રહે છે અને રાત્રે ઊંઘ ખૂબ સારી આવે છે. જાણીએ દરરોજ ૩૦ મિનિટ સાયકલ ચલાવવાના ફાયદા.

સ્કિન ક્વોલિટી સુધારે છેઃ કસરત તરીકે થોડા કલાકો સુધી સાયકલ ચલાવવાથી બ્લડ સેલ્સ અને સ્કિનમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળવાથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે.

રાત્રે સારી ઊંઘ આવે છેઃ જાે તમે સવારે થોડો સમય સાયકલ ચલાવશો તો તમને રાત્રે સારી ઉંઘ આવશે જાેકે તમે વહેલી સવારે સાયકલ ચલાવવાથી થોડો થાક અનુભવી શકો છો. પરંતુ તે થોડા સમય માટે જ રહેેશ તે પછી આખો દિવસ ઉર્જાથી ભરેલો રહેશે.

બીમારીઓથી દૂર રહેશોઃ સાયકલ ચલાવવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધુ સક્રિય રહે છે અને આવી સ્થિતિમાં વ્યક્તિ ઓછી બીમાર પડે છે.

હાર્ટ હેલ્ધી રહેશેઃ સાયકલ ચલાવવાથી હ્ય્દય સ્વસ્થ રહે છે. સાયકલ ચલાવવાથી સમગ્ર શરીરમાં બ્લડનું પરિભ્રમણ સુધરે છે.

વજન ઘટાડવામાં મદદરૂપઃ સાયકિલગ કરવાથી શરીરમાં કેલરી અને ચરબી ઓછી થાય છે, જેનાથી ફિંગર સ્લિમ રહે છે અને વજન વધતું નથી.

ફેફસાં મજબુત થાય છેઃ સાયકલ ચલાવતી વખતે તમે સામાન્ય કરતા વધુ ઉંડા શ્વાસ લો અને વધુ ઓક્સિજન લો છો. આ કારણે શરીરમાં રકત પરિભ્રમણ પણ વધે છે અને સાથે જ હવા ફેફસાની અંદર અને બહાર ઝડપથી જાય છે. તે ફેફસાની ક્ષમતામાં પણ સુધારો કરે છે અને ફેફસાંને મજબુત બનાવે છે.

યાદશક્તિ વધશેઃ સાયકલ સવારોના મગજના કોષો ખૂબ જ સક્રિય હોય છે. તેમની યાદશક્તિ સામાન્ય લોકો કરતા વધુ હોય છે. સાયકલ ચલાવવાથી બોડીમાં નવા બ્રેઈન સેલ્સ પણ વધે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.