છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૮૩૨૯ નવા કોરોના દર્દીઓ
નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસના સંક્રમણનો કહેર અટકવાનુ નામ નથી લઈ રહ્યો. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો ફરી એકવાર કોરોના સંક્રમણના કેસમાં વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૮૩૨૯ નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે.
વળી, એક દિવસમાં ૧૦ લોકોના કોરોના વાયરસના સંક્રમણથી મોત થયા છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૪૨૧૬ દર્દીઓ સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. વળી, દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને ૪૦,૩૭૦ થઈ ગઈ છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સાજા થનારા લોકોની સંખ્યા ૪,૨૬,૪૮,૩૦૮ થઈ ગઈ છે. વળી, કોરોનાના કારણે મૃત્યુની સંખ્યા વધીને ૫,૨૪,૭૫૭ થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં ૧,૯૪,૯૨,૭૧,૧૧૧ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.SS1MS