દિલ્હીની બ્રહ્મશક્તિ હોસ્પિટલમાં આગ, વેન્ટિલેટર પર રહેલા એક દર્દીનું મોત
નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં આગજનીની ઘટના સામે આવી છે. દિલ્હીના રોહિણી વિસ્તારમાં એક હોસ્પિટલમાં આગ લાગી છે. આગજનીમાં એક દર્દીના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડની ૯ ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
Fire at Delhi’s Brahmshakti Hospital, death of a patient on a ventilator
દિલ્હીના રોહિણી વિસ્તારની બ્રહ્મ શક્તિ હોસ્પિટલમાં ICU વોર્ડમાં આગ લાગી હતી. ત્યાં ફાયર બ્રિગેડની ૯ ગાડીઓ ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી મોકલવામાં આવી હતી.
હોસ્પિટલમાં દાખલ બધા દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે પરંતુ વેન્ટિલેટર પર એક દર્દીના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દિલ્હી ફાયર સર્વિસના ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું કે, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ૯ ગાડીઓ મોકલવામાં આવી હતી અને આગ પર કાબુ મોળવી લેવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસ અને ફાયર બ્રિગેટની ટીમ હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ શોધી રહી છે.HS1MS