આંબાવાડીની હત્યામાં પત્ની સહિત છની ધરપકડ કરાઈ
અમદાવાદ, આંબાવાડીમાં સી.એન.વિદ્યાલય પાસે ગત બુધવારે થયેલી હત્યાના બનાવમાં પોલીસે મૃતકની પત્ની સહિત ૬ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં પતિથી કંટાળેલી પત્નીએ જ હત્યાની સોપારી આપી હતી. હત્યારાઓએ ૧૦ વાર મૃતકનો પીછો કર્યો બાદ હત્યા કરવામાં સફળ થયાનું ખુલ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે સમગ્ર મામલે આરોપીના કાવતરાની પોલ ખોલી હતી.
ઇસનપુરની નવરંગ સોસાયટીમાં રહેતા શાંતિલાલ ધંધુકીયા પોતાની રિક્ષામાં દર્દી સહિતના પેસેન્જરોને આંબાવાડી સી.એન.વિદ્યાલય પાસેની લેબોરેટરીમાં આવ્યા હતા. દર્દીને લઈ પેસેન્જરો લેબમાં ગયા ત્યારે રીક્ષામાં શાંતિલાલ પેસેન્જરોની રાહ જાેઈને ત્યાં જ બેઠા હતા. તે સમયે અજાણ્યા વ્યક્તિઓએ આવી શાંતિલાલને છરીના ઘા માર્યા હતા. બનાવને પગલે શાંતિલાલને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
સારવાર દરમિયાન શાંતિલાલનું મોત થતા પોલીસે હત્યાની કલમ ઉમેરી તપાસ હાથ ધરી હતી.એલિસબ્રિજ પોલીસે સ્થળ પર તાસ કરતા શાંતિલાલની રીક્ષાનો નંબર પ્લેટ વગરની અન્ય રીક્ષા પીછો કરતી હોવાનું ખુલ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન શાંતિલાલની પત્નીનું કનેક્શન હત્યામાં ખુલ્યું હતું.
પોલીસે આ ગુનામાં મૃતકની પત્ની રૂપલ ધંધુકિયા, ફયાઝુદિન શેખ, સાબિર અન્સારી, શાહરુખ પઠાણ, મો.શકીલ અન્સારીની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ રૂપલ પતિ શાંતીલાલથી ત્રાસી ગઈ હતી. રૂપલ કપડાં જડતરનું કામ ફયાઝુદ્દીનને ત્યાં કરતી હતી. આથી પતિના ત્રાસની વાતો ફયાઝ સાથે કરી શાંતિલાલની હત્યા કરવાની વાત કરી હતી. આ માટે ૪ લાખની સોપારી નક્કી કરવામાં આવી હતી.
પત્ની રૂપલ આરોપીઓને પતિના લોકેશન અંગે જાણકારી મેસેજ કરીને આપતી હતી. પોલીસે ફયાઝની દુકાને તપાસ કરી ફૂટેજ તેમજ ઓડિયો રેકોર્ડિંગ લીધા તેમાં આ ઘટસ્ફોટ થયો હતો.શાંતિલાલની હત્યા કરવા આરોપીએ સુરત, કાલુપુર રેલ્વે સ્ટેશન સુધી તેનો પીછો કર્યો હતો. આ રીતે દસ વાર શાંતિલાલને મારવા હુમલાખોરોએ પ્રયાસ કર્યો પણ મારી શક્યા નહી પણ ચાર દિવસ અગાઉ શાંતિલાલને મારવામાં આરોપીઓ સફળ રહ્યા હતા.ss3kp