‘કોન્ફ્લુઅન્સ ઓફ ઈન્ટેલેક્ટ’ થીમ હેઠળ PDPU SPE ફેસ્ટ 19નું આયોજન
અમદાવાદ, ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પીડીપીયુ)માં તા. 18થી 20 ઓક્ટોબર, 2019 દરમિયાન ‘કોન્ફ્લુઅન્સ ઓફ ઈન્ટેલેક્ટ’ થીમ હેઠળ પીડીપીયુ એસપીઈ ફેસ્ટ 19નું આયોજન કરવામાં આવ્યું હતું. ઓઈલ અને ગેસ ઉદ્યોગ માટેનાં આ કોલોઝલમાં 18 યુનિવર્સિટીનાં ૩૫૦થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં 40થી વધુ આંતરરાષ્ટ્રીય પાર્ટિસીપન્ટ પણ હતાં. પીડીપીયુ ફેસ્ટ ‘19નું આયોજન શ્રી શિવમ પાલીવાલ, પ્રેસિડેન્ટ એસપીઈ પીડીપીયુ સ્ટુડન્ટ ચેપ્ટરનાં નેતૃત્વ હેઠળ અને પીડીપીયુનાં સ્કૂલ ઓફ પેટ્રોલિયમ ટેકનોલોજીનાં ડાયરેક્ટર શ્રી આર કે. વીજનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત પીડીપીયુ ફેસ્ટ 19માં એસપીઈ પીડીપીયુ સ્ટુડન્ટ ચેપ્ટરનાં ફેકલ્ટી એડવાઈઝર શ્રી ભવાની સિંઘ દેસાઈ અને એસપીઈ પીડીપીયુ સ્ટુડન્ટ ચેપ્ટરનાં ફેકલ્ટી મેન્ટર શ્રી જતિન અગ્રવાલનું પણ માર્ગદર્શન સાંપડ્યું હતું. આ ફેસ્ટમાં પાર્ટીસીપન્ટસે ઉર્જાક્ષેત્રમાં પોતાના જ્ઞાનનો વ્યાપ વધારતી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ ફેસ્ટનો મુખ્ય હેતુ ઉત્સાહી પાર્ટિસીપન્ટસ ઓઈલ અને ગેસ ઉદ્યોગમાં પોતાની દક્ષતા અને નાવિન્યપૂર્ણતા બતાવે તેવા આઈડીયાઝને દર્શાવવાનો હતો.
પીડીપીયુ એસપીઈ ફેસ્ટ 19ને જીયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા, ગુજરાત પ્રદેશનાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી એન વી નિતનાવરેએ ખુલ્લો મુક્યો હતો. આ ઉપરાંત ઓએનજીસીનાં પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એસેટ મેનેજર ડો. આર વી. મરાઠે અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એસેટ મેનેજર શ્રી દેબાશિષ બાસુ, યુનિવર્સિટી ઓફ એકલાહોમાનાં એમિરેટ્સ પ્રોફેસર શ્રી સુભાષ શાહ અને પીડીપીયુના સ્કૂલ ઓફ પેટ્રોલિયમ ટેકનોલોજીનાં ડાયરેક્ટર ડો. આર કે વીજ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ વર્ષની આવૃત્તિમાં પ્રથમવાર જ પેનલ ડિસ્કશન યોજવામાં આવ્યું હતું. આ પેનલ ડિસ્કશનનો ટોપિક ‘ધ પોલિસી ફ્રેમવર્ડ ઓફ ઈન્ડિયા ટુ એમેલિયોરેટ એન્ડ સ્ટીમ્યુલેટ એનહાન્સડ ઓઈલ રિકવરી’ હતો. આ પેનલ ડિસ્કશનમાં વિવિધ તજજ્ઞોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં. આ તજજ્ઞોમાં ઓએનજીસીનાં પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એસેટ મેનેજર ડો. આર વી મરાઠે, પૂર્વ જીએમ (કેમિસ્ટ્રી), ઓએનજીસી અને ઈઓઆર કન્સલ્ટન્ટ શ્રી એસ બાતેજા, જેટીઆઈનાં ઈડી શ્રી યોગેશ શુક્લ, મહારાષ્ટ્ર ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીનાં એસોસિએટ પ્રોફેસર શ્રી સમર્થ પટવર્ધન તેમજ ભારત સરકારનાં એન્હાન્સ રિકવરી સમિતિના પ્રતિનિધિ વગેરેનો સમાવેશ થાય છે.
પીડીપીયુ ફેસ્ટ 19માં વિવિધ ઔપચારિક અને અનોપચારિક ઈવેન્ટસ યોજાઈ હતી. ઔપચારિક ઈવેન્ટમાં ‘શો કેસ : ટેક્નિકલ પેપર એન્ડ પોસ્ટર પ્રેઝન્ટેશન કોમ્પીટીશન’માં આશાસ્પદ એન્જિનિયરોએ શ્રેષ્ઠ આઈડીયાઝ રજૂ કર્યા હતાં. તેમાં 50થી વધુ પેપર્સ અને 25થી વધુ પોસ્ટર્સ દર્શાવાયા હતાં. આ ઉપરાંત ‘એકઝામેન કેસ સ્ટડી સોલ્વીંગ કોમ્પીટીશન’માં પાર્ટિસીપન્ટસે ઉદ્યોગને સાંપ્રત સમસ્યાઓ અને તેમાં નિરાકરણોને દર્શાવ્યા હતાં. ‘અપોથિયોસીસ ટેકનિકલ મોડેલ મેડીંગ કોમ્પીટીશન’માં પાર્ટિસીપનટસ તેમનાં રચનાત્મક વિચારોમાં પ્રોટોટાઈપ્સ બનાવ્યા હતાં.
અન્ય ઈવેન્ટમાં કેટેચાઈઝ ઈન્ટરનેશનલ ક્વીઝ કોમ્પીટીશન, મડ ઓ જી ડ્રિલીંગ ફલુડ કોમ્પીટીશન, બીડ યોર બ્લોક વર્ચ્યુઅલ બ્લોક બીડીંગ કોમ્પટીશન વગેરેનો સમાવેશ થાય છે. અનૌપચારિક ઈવેન્ટમાં ‘વીલોગ ફેર વીડિયો બ્લોગીંગ કોમ્પીટીશન, પર્પલ થીમ ફોટોગ્રાફી કોમ્પીટીશન, રહેપસોડી પોએટ્રી રાઈટીંગ કોમ્પીટીશન અને સ્કેચડી ટી શર્ટ ડિઝાઈનીંગ કોમ્પીટીશન’ વગેરેનો સમાવેશ થાય છે.
પીડીપીયુ ફેસ્ટ 19માં પ્રોડક્ટશન ઓપ્ટીમાઈઝીંગ યુઝીંગ આર્ટિફીશયલ લિફટ અંગેનો વર્કશોપ પણ યોજવામાં આવ્યો હતો. જીયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા અધિકારીઓએ પણ આ ફેસ્ટમાં ભાગ લીધો હતો. અને જીયો લોગ જીયોલોજી ચેલેન્જનું આયોજન કર્યું હતું. પીડીપીયુ સ્ટુડન્ટ ચેપ્ટર દ્વારા હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ માટે ‘એનર્જી મેનિયા’ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.