પરણિત મહિલાઓ ગૂગલ પર શું સર્ચ કરે છે?

નવી દિલ્હી, આજનાં સમયમાં કોઇપણ વ્યક્તિને કંઇપણ માહિતી જાેઈતી હોય કે સવાલનો જવાબ જાેઈએ તો કોઇને પુછવાની જગ્યાએ સૌથી પહેલા સર્ચ એન્જિન ગૂગલ પર સર્ચ કરશે. દિવસમાં ઘણી વખત ય્ર્ર્ખ્તઙ્મી પર સર્ચ કરીને નાની નાની વિગતની માહિતી આપણે એકત્ર કરતાં હોઇએ છીએ. ગુગલ સર્ચ દરેક વ્યક્તિનાં જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. ગુગલ તેની હિસ્ટ્રી પણ સાચવી રાખે છે.
આપણે ભલે ગુગલ હિસ્ટ્રી ડિલીટ કરી નાંખીએ. પણ આપણે શું જાેયુ છે શું શોધ્યું છે તે અંગે ગુગલ ખુદ તો માહિતી પોતાનાં ડેટામાં સેવ રાખે જ છે. હાલમાં એક ખાસ સર્વે થયો જેમાં નવી પરણિત મહિલાઓ ગૂગલ પર શું સર્ચ કરે છે તે અંગે ખાસ સર્વે થયો છે.
જેમાં જે જાણવાં મળ્યું છે. ગૂગલના ડેટા મુજબ, પરિણીત મહિલાઓએ ગુગલ પર જે સર્ચિંગ કર્યું છે તે કંઇક આવું છે, જેમ કે, પતિને સૌથી વધુ શું ગમે છે? કેવી રીતે જાણવું તે સર્ચ કરે છે. મહિલાઓ પતિની પસંદગી તેમનાં મોઢે જાણવાની રીતો સર્ચ કરે છે.
પરિણીત સ્ત્રી કેવી રીતે તેના પતિનું દિલ જીતી શકે અને તેને ખુશ રાખી શકે? તેવાં પ્રશ્નો પણ ગુગલ પર સર્ચ કર્યાં છે. તેનાથી પણ વધુ નવાઈની વાત એ છે કે પતિને કેવી રીતે હેન્ડલ કરવો તે માટે ગૂગલ પર સર્ચ કરવામાં આવે છે.
આ ઉપરાંત ફેમિલી પ્લાનિંગ ક્યારે કરવી? બાળકને જન્મ આપવાનો યોગ્ય સમય કયો છે? આવા પ્રશ્નો પરણિત મહિલાઓ પણ ગૂગલ પર સર્ચ કરે છે. ઉપરોક્ત પ્રશ્નો ઉપરાંત, સ્ત્રીઓ લગ્ન પછી નવા પરિવારમાં જાય ત્યારે કેવી રીતે વર્તવું તે જાણવા માંગે છે. તે કુટુંબનો ભાગ કેવી રીતે બનવું? તેઓ એ પણ જાણવા માંગે છે કે કુટુંબની જવાબદારીઓ કેવી રીતે નિભાવવી.
ખાસ વાત એ છે કે લગ્ન પછી નોકરી કરતી મહિલાઓ પણ ગૂગલ પર ઘણું સર્ચ કરે છે. લગ્ન પછી તમારો પોતાનો વ્યવસાય કેવી રીતે ચલાવવો? એક જ સમયે કુટુંબ અને વ્યવસાય બંનેનું સંચાલન કેવી રીતે કરવું? આ એવી વસ્તુઓ પણ છે જે મહિલાઓ ગૂગલ પર સર્ચ કરે છે.SS1MS