પ્રકાશ સિંહ બાદલને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલમાં દાખલ કરાયા

ચંડીગઢ, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ શિરોમણી અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને છાતીમાં દુખાવાની તકલીફ હતી. પરિવાર તેને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
પ્રકાશ સિંહ બાદલ પાંચ વખત પંજાબના સીએમ બન્યા છે. શિરોમણી અકાલી દળના પ્રવક્તાએ કહ્યું કે શનિવારે રાત્રે તેમને ઉલ્ટી થતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર છે. ૬ જૂનના રોજ, તેમને ગેસ્ટ્રિક સમસ્યાઓના કારણે પીજીઆઇએમઇઆર ચંદીગઢમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક દિવસ પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
ફેબ્રુઆરીમાં પણ પ્રકાશ સિંહ બાદલની તબિયત અચાનક બગડી હતી. તે સમયે તેમને મુક્તસર જિલ્લામાંથી મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૯૪ વર્ષીય પ્રકાશ સિંહ બાદલ આ વર્ષે જાન્યુઆરીમાં કોરોના સંક્રમિત થયા હતા. તેમને લુધિયાણાની દયાનંદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ બીમારીમાંથી સાજા થઈ ગયા હતા.HS1MS