દિલ્હીમાં ૧૦ વર્ષ બાદ ૨૫ દિવસ ૪૨ ડીગ્રી તાપમાન રહ્યું
અગાઉ દિલ્હી શહેરમાં ૨૦૧૨માં ૩૦ દિવસ મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધારે રહ્યું હતું
નવી દિલ્હી, રાજધાની દિલ્હીમાં આ વખતે લોકોએ ભીષણ ગરમીનો સામનો કર્યો છે. આ વર્ષે ગરમી નવો રેકોર્ડ બનાવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં આ મોસમમાં અત્યાર સુધીમાં ૨૫ દિવસ એવા રહ્યા છે જ્યારે મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધારે નોંધાયું છે. વર્ષ ૨૦૧૨ બાદ આ સૌથી લાંબો સમયગાળો છે જ્યારે દિલ્હીમાં તાપમાન આટલું વધારે નોંધાયું છે.
આઈએમડીના આંકડા પ્રમાણે આ અગાઉ દિલ્હી શહેરમાં ૨૦૧૨માં ૩૦ દિવસ મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધારે રહ્યું હતું જ્યારે ૨૦૧૨માં આ સમયગાળો ૩૫ દિવસનો રહ્યો હતો. રાજધાની દિલ્હીમાં ગયા વર્ષે એવા ૬ દિવસ અને ૨૦૨૦માં આવા ૩ દિવસ હતા. આ પહેલાની વાત કરીએ તો ૧૯૯૭માં માત્ર બે દિવસ મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસથી વધારે રહ્યું હતું.
આંકડા પ્રમાણે ૨૦૧૯માં ૧૬ દિવસ, ૨૦૧૮માં ૧૯ દિવસ, ૨૦૧૭ અને ૨૦૧૬માં ૧૫ દિવસ, ૨૦૧૫માં ૧૮ દિવસ, ૨૦૧૪માં ૧૫ દિવસ અને ૨૦૧૩માં ૧૭ દિવસ મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ નોંધાયું હતું, જ્યારે વર્ષ ૧૯૫૩, ૧૯૫૪ અને ૧૯૭૧માં આવો એક પણ દિવસ નહોતો. તમને જણાવી દઈએ કે, આ વખતે દેશમાં ઉનાળાનું આગમન વહેલું થઈ ગયું હતું. દિલ્હીમાં આ વર્ષનો એપ્રિલ મહિનો ૧૯૫૧ બાદ સૌથી ગરમ રહ્યો હતો. આ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન ૪૦.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ગયા રવિવારની વાત કરીએ તો દિલ્હીમાં અક્ષરધામ મંદિર નજીક સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્વચાલિત મોસમ સ્ટેશન પર મહત્તમ તાપમાન ૪૬.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નફઝગઢ, મુંગેશપુર, પીતમપુરા અને રિજ મોસમ કેન્દ્રોમાં મહત્તમ તાપમાન ક્રમશઃ ૪૬.૪ ડિગ્રી સેલ્સિયસ, ૪૬.૨ ડિગ્રી સેલ્સિયસ, ૪૫.૮ ડિગ્રી સેલ્સિયસ અને ૪૫.૮ ડિગ્રી સેલ્સિયસ નોધાયું હતું. એટલે કે, બધા સ્થળો પર ૪૪ ડિગ્રી ઉપર તાપમાન રહ્યું હતું.
માત્ર દિલ્હીના બેસ સ્ટેશન સફદરજંગ વેધશાળામાં તાપમાન ૪૪ ડિગ્રીથી થોડુ ઓછું ૪૩.૯ ડિગ્રી નોંધાયું હતું પરંતુ આ તાપમાન સામાન્યથી ૪ ડિગ્રી વધારે હતું.
આઈએમડી દ્વારા આજે એટલે કે, સોમવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હીટ વેવની ચેતવણી આપતા યલો એલર્ટ જાહેર કર્યું છે.ss2kp