Western Times News

Gujarati News

જાપાનના ચલણ યેનમાં ઘસારો, ૨૪ વર્ષના તળીયે પહોંચી ગયું

ટોક્યો, વૈશ્વિક સેન્ટ્રલ બેંકોની તદ્દન વિરૂદ્ધ દેશની અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે જાપાન અલ્ટ્રા લુઝ મોનિટરી પોલિસી યથાવત રાખી રહ્યું છે અને તેને કારણે દેશમાં મોંઘવારી મહામંદી નોતરી શકવાના એંધાણની અસર સ્થાનિક કરન્સી પર જાેવા મળી રહી છે.

જાપાનની સેન્ટ્રલ બેંકે હળવા વ્યાજદરની અર્થવ્યવસ્થાને સપોર્ટ આપનારી મોનિટરી પોલિસીને યથાવત રાખવાનો ર્નિણય કરતા યેનમાં ઘસારો જાેવા મળી રહ્યો છે. જાપાનનું ચલણ યેન યુએસ ડોલરની સામે સોમવારના સત્રમાં ૨૪ વર્ષના ઐતિહાસિક તળિયે પહોંચ્યું છે.

જાપાનીઝ યેન અમેરિકન ડોલરની સામે ૧૩૫ના ઐતિહાસિક તળિયે પહોંચી છે એટલેકે એક યુએસ ડોલર બરાબર ૧૩૫ જાપાનીઝ યેન. યેનમાં આ લેવલ ઓક્ટોબર, ૧૯૮૮ બાદ પ્રથમ વખત જાેવા મળી રહ્યું છે.
વિશ્વની ત્રીજી સૌથી વધુ વપરાતી કરન્સી યેનની શરૂઆત ૨૦૨૨માં ૧૧૫ના લેવલની આસપાસ થઈ હતી.

આ કેલેન્ડર વર્ષમાં જ ડોલરની સામે ૧૬ ટકાનો કડાકો જાેવા મળ્યો છે,જે ૨૦૧૩ બાદનો સૌથી મોટો વાર્ષિક કડાકો છે.
વિશ્વની મુખ્યત્વે તમામ સેન્ટ્રલ બેંકો અમેરિકન ફેડરલ રિઝર્વની વ્યાજદર વધારાની નીતિની પાછળ પોતાના દેશની મોનિટરી પોલિસીને પણ કડક કરી રહી છે.

જાેકે સામે પક્ષે બેંક ઓફ જાપાન તદ્દન વિરોધાભાસી સસ્તા ધિરાણની નીતિ અપનાવી રહી છે. જાપાન અને અમેરિકાના ૧૦ વર્ષના બોન્ડની યિલ્ડ વચ્ચેનો તફાવત ૨૯૩ બેસિસ પોઈન્ટ સુધી વધી ગઈ છે, જે ૩.૫ વર્ષમાં સૌથી વધુ છે. આ સિવાય જર્મનીના બોન્ડ યિલ્ડની સામે ૮ વર્ષના તળિયે છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.