ભારતીય રેલવે દ્વારા આવિષ્કાર નીતિ – “રેલવે માટે સ્ટાર્ટઅપ” લોન્ચ કરાયું
આ નીતિ ભારતીય સ્ટાર્ટઅપ/ MSME/ આવિષ્કારકર્તાઓ/ ઉદ્યોગસાહસિકોએ ભારતીય રેલવેની પરિચાલન કાર્યક્ષમતા અને સલામતીમાં સુધારો લાવવા માટે વિકસાવેલી આવિષ્કારી ટેકનોલોજીઓનો લાભ ઉઠાવવાનો ઉદ્દેશ રાખે છે
સીમાચિહ્નો પ્રાપ્ત થતા જાય તે પ્રમાણે ચુકવણીની જોગવાઇ સાથે સામન વહેંચણીના આધારે આવિષ્કારકર્તાઓ માટે રૂ. 1.5 કરોડ સુધીનું અનુદાન
સમગ્ર દેશને પરિવહન સેવા પૂરી પાડતી ભારતીય રેલવે સેવા દ્વારા સ્ટાર્ટઅપ અને અન્ય સંસ્થાઓની ભાગીદારી મારફતે આવિષ્કારના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આદરણીય રેલવે, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આજે નવી દિલ્હીમાં રેલ ભવન ખાતે “રેલવે માટે સ્ટાર્ટઅપ” નીતિ લોન્ચ કરવામાં આવી છે. The Union Minister for Railways, Communications, Electronics and Information Technology Shri Ashwini Vaishnaw launches Indian Railways Innovation Program in New Delhi on June 13, 2022.
Startups for Railways. pic.twitter.com/yDKDN6Cqy6
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 13, 2022
આ નીતિ ખૂબ મોટી અને અત્યાર સુધીમાં જેનો ઉપયોગ કરવામાં નથી આવ્યો તેવી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની ભાગીદારી દ્વારા પરિચાલન, જાળવણી અને માળખાકીય સુવિધાઓના નિર્માણના ક્ષેત્રમાં વ્યાપકતા અને કાર્યક્ષમતા લાવશે.
આ કાર્યક્રમમાં સંબોધન આપતા શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારતીય રેલવેમાં ટેકનોલોજીના એકીકરણ અંગે ઘણા લાંબા સમયથી ચર્ચાઓ થઇ રહી હતી જેણે આજે શરૂ કરવામાં આવેલી આ પહેલના રૂપમાં મજબૂત આકાર લીધો છે.
આ પહેલની શરૂઆત અંગે ખુશી વ્યક્ત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ દ્વારા સ્ટાર્ટઅપ્સને રેલવે સાથે જોડવા માટે સારી તક પ્રાપ્ત થશે. રેલવેના વિવિધ વિભાગો, ક્ષેત્રીય કચેરીઓ/ઝોનમાંથી પ્રાપ્ત થયેલા 100 કરતાં વધુ સમસ્યાના નિવેદનોમાંથી, રેલવે ભંગાણ, હેડવેમાં ઘટાડો વગેરે જેવા 11 નિવેદનોને આ કાર્યક્રમમાં તબક્કા-1માં લેવામાં આવ્યા છે. સ્ટાર્ટ અપ્સ સમક્ષ આને રજૂ કરવામાં આવશે અને તેના આવિષ્કારી ઉકેલો શોધવાનું કહેવામાં આવશે.
રેલવે મંત્રીએ સ્ટાર્ટઅપ્સને આ તકનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો અને તેમને ખાતરી આપી હતી કે, ભારતીય રેલવે તરફથી 50 ટકા મૂડી અનુદાન, ખાતરીપૂર્વકનું બજાર, વ્યાપકતા અને ઇકોસિસ્ટમના રૂપમાં સમર્થન પૂરું પાડવામાં આવશે.
ભારતીય રેલવે આવિષ્કાર નીતિની મુખ્ય વિશેષતાઓ નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:-
સીમાચિહ્નો પ્રાપ્ત થતા જાય તે પ્રમાણે ચુકવણીની જોગવાઇ સાથે સામન વહેંચણીના આધારે આવિષ્કારકર્તાઓ માટે રૂ. 1.5 કરોડ સુધીનું અનુદાન સમસ્યાનું નિવેદન રજૂ કરવાથી લઇને પ્રોટોટાઇપના વિકાસ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા નિર્ધારિત સમયમર્યાદા સાથે ઑનલાઇન છે જેથી તે સમગ્ર પ્રક્રિયાને પારદર્શક અને હેતુલક્ષી બનાવે છે.
રેલવેમાં પ્રોટોટાઇપના પરીક્ષણ કરવામાં આવશે. પ્રોટોટાઇપના સફળ પ્રદર્શન બાદ તેની નિયુક્તિ વ્યાપક કરવા માટે ઉન્નત ભંડોળ પૂરું પાડવામાં આવશે. આવિષ્કારકર્તાઓની પસંદગી પારદર્શક અને ન્યાયી પ્રણાલી દ્વારા કરવામાં આવશે જેની કાર્યવાહી આજે રેલવે મંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલા ઑનલાઇન પોર્ટલ દ્વારા કરવામાં આવશે.
વિકસિત બૌદ્ધિક સંપદા અધિકારો (IPR) માત્ર આવિષ્કારકર્તાઓ પાસે જ રહેશે. આવિષ્કારકર્તાઓને વિકાસલક્ષી ઓર્ડરની ખાતરી આપવામાં આવી છે. કોઇપણ પ્રકારનો વિલંબને ટાળવા માટે વિભાગીય સ્તરે સંપૂર્ણ ઉત્પાદન વિકાસ પ્રક્રિયાનું વિ-કેન્દ્રીકરણ. મે મહિના દરમિયાન, ફિલ્ડ એકમોને સમસ્યા ઉભી થતી હોય તેવા ક્ષેત્રો આપવા માટે કહેવામાં આવ્યું હતું. તેના જવાબમાં, આજ સુધીમાં લગભગ 160 સમસ્યા નિવેદનો પ્રાપ્ત થયા છે. શરૂઆત કરવા માટે, નવી આવિષ્કાર નીતિ દ્વારા ઉકેલ લાવવા માટે 11 સમસ્યાઓના નિવેદનો ઓળખવામાં આવ્યા છે અને પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા છે.
I. i ભંગાર થયેલી રેલવેને શોધવાની સિસ્ટમ
II. ii. રેલ સ્ટ્રેસ મોનિટરિંગ સિસ્ટમ
III. iii ભારતીય રેલવે નેશનલ ATP સિસ્ટમ સાથે આંતરસંચાલિત ઉપનગરીય વિભાગ માટે હેડવે સુધારણા સિસ્ટમ
IV. iv ટ્રેક નિરીક્ષણ પ્રવૃત્તિઓનું ઓટોમેશન
V. v. ભારે વજનનું નૂર વહન કરતા વેગન માટે શ્રેષ્ઠ ઇલાસ્ટોમેરિક પેડ (EM પેડ) ની ડિઝાઇન
VI. vi 3-ફેઝ ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સની ટ્રેક્શન મોટર્સ માટે ઑન-લાઇન કન્ડિશન મોનિટરિંગ સિસ્ટમ તૈયાર કરવી
VII. vii મીઠા જેવી ચીજવસ્તુઓના પરિવહન માટે ઓછા વજનનું વેગન
VIII. viii પેસેન્જર સેવાઓમાં સુધારો કરવા માટે ડિજિટલ ડેટાનો ઉપયોગ કરીને વિશ્લેષણાત્મક ટૂલ્સ વિકસાવવા
IX. ix ટ્રેક ક્લિનિંગ મશીન
X. x તાલીમ પછીના પુનરાવર્તન અને સ્વ-સેવા રિફ્રેશર અભ્યાસક્રમો માટેની એપ્લિકેશન
XI. xi પુલના નિરીક્ષણ માટે રિમોટ સેન્સિંગ, જીઓમેટિક્સ અને GISનો ઉપયોગ
રેલવે તરફથી વધુ સમસ્યાઓના નિવેદનો એકત્રિત કરવામાં આવ્યા છે, જે તપાસ હેઠળ છે અને તબક્કાવાર અપલોડ કરવામાં આવશે. આજે, ભારતીય રેલવે આવિષ્કાર પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જે વેબ એડ્રેસ www.innovation.indianrailways.gov.in પર ઉપલબ્ધ છે.