Western Times News

Gujarati News

કમલભાઈ દરજીએ  કુપોષિત બાળકોને પોષિત કરવાની સેવાનું બીડું ઝડપ્યું

 મોડાસા:   અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના ટીટોઇના વતની અને મુંબઈ વ્યવસાય અર્થે સ્થિર થયેલા  વતનપ્રેમી સેવાભાવી સદગૃહસ્થ કમલભાઈ દરજીએ  ગામની આંગણવાડીના કુપોષિત બાળકોને પોષિત કરવાની સેવાનું બીડું ઝડપ્યું છે અને અન્યને પ્રેરણારૂપ અભિગમ દાખવતા ગામમાં વતન પ્રત્યેના પ્રેમ માટે લોકોમાં આદર અને આવકારની લાગણી પ્રસરી છે.

દરજી કમલકુમાર વિઠ્ઠલદાસ તરફથી ટીંટોઈની તમામ ૧૦ આંગણવાડી ના કુલ ૧૦૦ થી વધુ નાના ભૂલકાઓને “સૌ ભણે સૌ આગળ વધે” ના સરકારના અભિયાનથી પ્રેરણા લઇ તમામ બાળકોને ભણતરમાં મદદરૂપ થાય તેવી કીટ  તેમના સુપુત્ર રાજેશ કમલકુમાર અને વિપુલ કમલકુમાર તથા સમગ્ર પરિવાર તરફથી ટીંટોઈ આંગણવાડી નંબર ૪ ખાતે તમામ બાળકોને એકઠા કરી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ટીટોઇ ગ્રામ પંચાયતના  સભ્ય  કેયુરકુમાર પટેલના આગ્રહથી  આંગણવાડી નંબર 4 ના પાંચ જેટલા કુપોષિત બાળકોને જ્યાં સુધી પોષણયુક્ત ન થાય ત્યાં સુધી એક બાળક દીઠ દિવસનું ૨૦૦ ગ્રામ દૂધનો તમામ ખર્ચ આ પરિવાર દ્વારા ઉઠાવવાની  જાહેરાત કરી હતી.જે બદલ સમગ્ર ગ્રામજનો વતી ટીંટોઈ ગામ પંચાયતે  આ દાતા પરિવારનો આભાર માન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.