પ્રધાનમંત્રી મોદી ફરીથી ૧૭-૧૮ જૂને ગુજરાત પ્રવાસે આવશે
અમદાવાદ, ગુજરાતમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષોના દિગ્ગજાે રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે ચાર દિવસ પહેલા ગુજરાત પ્રવાસે આવી કરોડો રૂપિયાની યોજનાઓના ખાત મૂહુર્ત અને લોકાર્પણ કરી દિલ્હી રવાના થયેલા પીએમ મોદી વધુ એક વખત પોતાના માદરે વતન આવશે. પીએમ નરેન્દ્ર મોદી ૧૭ અને ૧૮ જૂનના રોજ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવશે.
PM Narendra Modi will visit Gujarat once again on June 17 and 18.
ગુજરાત સરકારના પ્રવક્તા જીતુભાઇ વાઘાણીએ આજ યોજાયેલી કેબેનિટની બેઠકમાં રાજ્ય સરકારના ર્નિણયો અને પીએમ મોદીની ગુજરાત મુલાકાત વિશે જાણકારી આપી હતી.
ગુજરાત સરકારના પ્રવક્તા જીતુભાઇ વાઘાણીએ આજ યોજાયેલી કેબેનિટની બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા ર્નિણયો વિશે માહિતી આપી હતી. જેમા તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે પણ ૮ મહાનગર પાલિકામાં ૨ કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે સાથે જ ૮૬ કરોડ ફાળવવામાં આવશે. ત્યાં જ ખેડૂતોની આવક બમણી કરવા માટે ૨૦૨૨-૨૩ માં ૧૪ પાકોમાં ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે.
જણસીમાં ૫૦ થી ૮૫ ટકા મળે તે રીતે ભાવ નક્કી કરવામાં આવ્યા છે. વધુમાં પ્રવક્તા જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, ૨૧ જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
જે અંતર્ગત તાલુકા, વોર્ડ, તમામ આરોગ્ય કેન્દ્ર, પોલીસ હેડ ક્વોટર્સ એમ તમામ જગ્યા એ સવા કરોડ લોકો યોગ કરે તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ સાથે જ ટુરિઝમના ૭૫ આઇકોનીક સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યાં જ ૧ જુલાઈ થી ૧૫ જુલાઈ દરમિયાન વન્દે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૮૦ જેટલા રથ તૈયાર કરવામાં આવ્યા છે.
જેમાનો દરેક રથ ૧૦ ગામોનું પરિભ્રમણ કરશે. રાજ્ય સરકારના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭ અને ૧૮ જૂનના રોજ ગુજરાતના પ્રવસે આવશે. જે અંગર્ગત તેઓ ગાંધીનગર રાજભવન ખાતે ૧૭ મીએ રાત્રી રોકાણ કરશે અને ૧૮ જૂને સવારે પાવાગઢમાં મહાકાળી માતાના દર્શને જશે.
આ સાથે જ બે દિવસમાં પ્રધાન મંત્રી રાજ્યમાં લોકાર્પણ અને ખાતમૂહુર્ત પણ કરશે. ત્યાં જ પીએમ મોદી આદિજાતિ જિલ્લાના તાલુકા સુધી વ્યાપ વધારી સગર્ભા બહેનો, ધાત્રી બહેનો માટે કુપોષણ યોજનાનું લોન્ચિંગ કરશે.SS1MS