કોરોના ખતમ નથી થયો,બાળકોની વેક્સીન પર ફોકસ કરો: આરોગ્ય મંત્રી
નવીદિલ્લી, કોરોનાને લઈને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે દેશમાં કોરોના હજુ સંપૂર્ણપણે ખતમ નથી થયો. ઘણા રાજ્યોમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે. એવામાં જરુરી છે કે કોરોનાને લઈને આપણે સાવચેત રહીએ અને જરુરી પ્રોટોકૉલનુ પાલન કરીએ.
Corona is not over, focus on children’s vaccine: Health Minister
તેમણે રાજ્યોને અપીલ કરી છે કે તે જીનોમ સીક્વંસિંગ પર પોતાનુ ધ્યાન જાળવી રાખે. આરોગ્ય મંત્રીએ બધા રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે કોરોનાની રસી પર પોતાનુ ધ્યાન વધારો અને સ્કૂલે જતા બાળકોને રસી લગાવડાવો. વળી, વરિષ્ઠ નાગરિકોના ત્રીજા ડોઝ પર ધ્યાન કેન્દ્રીત કરો.
આરોગ્ય મંત્રીએ કહ્યુ કે કોરોના હજુ સમાપ્ત થયો નથી. ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ વધ્યા છે. તેથી જરૂરી છે કે આપણે કોવિડ સંબંધિત પ્રોટોકોલનુ પાલન કરીએ, માસ્ક પહેરીએ, સામાજિક અંતરનું પાલન કરીએ જેથી ચેપ ન ફેલાય.
સમયસર કોરોના ટેસ્ટ સંક્રમણની વહેલી તપાસ કરવામાં મદદ કરશે અને તેના ફેલાવાને રોકવામાં મદદ કરશે. રાજ્યોને આરોગ્ય સેવાઓ, પ્રયોગશાળાઓ, સમુદાયો વગેરે પર નજર રાખવા માટે પણ વિનંતી કરવામાં આવી છે. હર ઘર દસ્તક ૨.૦ અભિયાન વધારવુ જાેઈએ.
આરોગ્ય મંત્રીએ કહ્યુ કે ૧૨-૧૭ વર્ષની વયના લોકોને ઝડપથી રસી આપવામાં આવે. તેમને પ્રથમ અને બીજાે ડોઝ આપવામાં આવે જેથી તેઓ શાળાએ જઈ શકે.
રાજ્યએ તેનુ ધ્યાન ૧૨-૧૭ વર્ષની વયના લોકો પર કેન્દ્રિત કરવુ જાેઈએ જેથી શાળા અને મદરસામાં જતા બાળકો સુરક્ષિત રહે. આ ઉપરાંત ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ કોરોનાનો ત્રીજાે ડોઝ આપવો જાેઈએ. તેમને ત્રીજા ડોઝ દ્વારા સુરક્ષિત રાખવા જાેઈએ.
આપણા આરોગ્ય કર્મચારીઓ ઘરે-ઘરે જઈને જે લોકોને કોરોનાનું જાેખમ છે તેમને કોરોનાની રસી આપી રહ્યા છે. કોરોનાના પ્રથમ તબક્કામાં હર ઘર દસ્તક અભિયાનમાંથી રાજ્યો શીખી શકે છે. કોરોનાની રસી કોઈપણ કિંમતે વેડફાવી ન જાેઈએ. તે ધ્યાનમાં રાખવુ જાેઈએ કે જે રસી સમાપ્ત થઈ રહી છે તેનો સૌથી પહેલા ઉપયોગ કરવો જાેઈએ.SS1MS