ઓડિશામાં ૩૦૦ જેટલા માઓવાદી મિલિશિયા સભ્યોએ આત્મસમર્પણ કર્યું
ભુવનેશ્વર, ઓડિશામાં, ૨૯૫ સક્રિય માઓવાદી લશ્કરી સભ્યોએ તેમના બાતમીદારો સાથે પોલીસને આત્મસમર્પણ કર્યુ. પોલીસ મહાનિર્દેશક એસકે બંસલે આ માહિતી આપી. ડીજીપીએ જણાવ્યું હતું તમામ માઓવાદીઓ સ્વેચ્છાએ ગામ જંત્રીમાં બીએસએફ કેમ્પમાં આવ્યા હતા અને શનિવારે બપોરે મલકાનગીરી જિલ્લા વહીવટી તંત્રની હાજરીમાં ઓડિશા પોલીસને આત્મસમર્પણ કર્યુ હતું.
આ લશ્કરમાં ગણ નાટય સંઘ અને ગ્રામ સમિતિઓના સભ્યોનો સમાવેશ થાય છે. આ મહિલા અને પુરુષ સભ્યો જાેદામ્બો પોલીસ સ્ટેશન હેઠળના જંત્રી ગ્રામ પંચાયત વિસ્તારના ઢાકાપાદર, ડબુગુડા, તાબેર અને અર્લિંગપાડા ગામોના રહેવાસી છે. પોલીસે જણાવ્યું હતું કે મિલિશિયાના સભ્યો પ્રતિબંધિત માઓવાદી સંગઠન સીપીઆઇના કેડર નહોતા, પરંતુ તેમના સહાયક તરીકે કામ કરતા હતા.
તેમણે જણાવ્યું હતું કે ગામલોકોએ દાવો કર્યો હતો કે તેઓને માઓવાદીઓ દ્વારા ગેરમાર્ગ દોરવામાં આવ્યા હતા અને આ વર્ષ ૨ જૂનના રોજ ૫૦ મિલિશિયા સભ્યોની શરણાગતિથી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આત્મસમર્પણ કરાયેલા તમામ લશ્કરી સભ્યોએ માઓવાદીના ગણવેશ સળગાવી દીધા અને તેમની વિરૂદ્ઘ સૂત્રોચ્ચાર કર્યા. તેઓએ શિબિરમાં ‘ધેમસા’ (સ્થાનિક લોકનૃત્ય) રજૂ કર્યુ
અને આ પ્રસંગે પોલીસ અને વહીવટીતત્ર દ્વારા આયોજીત ભોજન સમારંભમાં ભાગ લીધો. આ પછી, વહીવટીતંત્રે તમા આત્મસમર્પણ લોકોને મનરેગા કાર્ડ અને પેન્શન કાર્ડનું વિતરણ કર્યુ જેથી તેઓ પોતાનું જીવન સારી રીતે જીવી શકે. ડીજીપી બંસલે કહયું કે અમે માઓવાદીને અપીલ કરીએ છીએ કે તેઓ મુખ્ય પ્રવાહમાં પાછા ફરે અને શાંતિપૂર્ણ જીવન જીવે.HS2KP