યુપી પોલીસમાં ૪૦ હજાર ભરતી થશે, યોગી સરકારના મંત્રીની જાહેરાત
લખનૌ,બેરોજગારીના મુદ્દે વિપક્ષના આરોપોનો સામનો કરી રહેલા યોગી સરકારના નાણામંત્રી સુરેશ કુમાર ખન્નાએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે ઉત્તર પ્રદેશ પોલીસમાં ટૂંક સમયમાં હજારો પદો પર ભરતી કરવામાં આવશે.
નાણામંત્રીએ ટિ્વટ કર્યું- ‘યુપી પોલીસમાં ૪૦૦૦૦ પદો માટે ભરતી ટૂંક સમયમાં કરવામાં આવશે, પસંદગી બોર્ડને વિનંતી મળી છે.’યુપી સરકારે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે મંગળવારે જ વડાપ્રધાન કાર્યાલયે માહિતી આપી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી દોઢ વર્ષમાં ૧૦ લાખ પદો પર ભરતી કરવાના નિર્દેશ આપ્યા છે.HS2KP