ઇસનપુરની સોસાયટીઓમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા
અમદાવાદ,અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા છે. કહેવાય છે કે ૫ સોસાયટીના ૪૦ જેટલા મકાનો કપાતમાં જતાં સ્થાનિકો વિફર્યા છે. સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે, કોઈપણ પ્રકારની નોટીસ આપવામાં આવી નથી, અને પોલીસ તેમજ કોર્પોરેશનના માણસો દ્વારા ધાક-ધમકી આપવામાં આવી રહી છે.
વિગત મુજબ, લાંભા બોર્ડ ટીપી ૫૪ના મુદ્દે ઇસનપુરની પાંચ સોસાયટીઓના સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ૫ સોસાયટીના ૪૦ જેટલા મકાનો કપાત જઇ રહ્યા છે.
જે અંગે સ્થાનિકોએ કોર્પોરેશન તેમજ નેતાઓનો વિરોધ કરી સોસાયટીમાં ચૂંટણી બહિષ્કારના બેનર લગાવ્યા છે. કોઇપણ પ્રકારની નોટિસ વગર કોર્પોરેશન દ્વારા બિલ્ડરને ફાયદો કરાવી મકાનો તોડવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરાવમાં આવી રહ્યા છે.HS3KP