ચોમાસામાં અમદાવાદના છેવાડાના વિસ્તારોમાં સાપ નીકળવાની ઘટનાઓ વધે છે
(પ્રતિનિધિ )અમદાવાદ, હવે, ચોમાસુ નજીકમાં છે ત્યારે સાપ, અજગર, અમુક પ્રકારના જીવડા નીકળવાની શરૂઆત થઈ જશે. આ ક્ષેત્રના નિષ્ણાંત અને વાઈલ્ડલાઈફના અગ્રણી અમિતભાઈ રામીના જણાવ્યા અનુસાર અમદાવાદના છેેવાડાના વિસ્તારોમાં આ પ્રકારની પરિસ્થિતિ વધારે જાેવા મળે છે.
બોપલ, શીલજ, સરખેજ, નારોલ, બાપુનગર, સેટેેલાઈટ વિસ્તારોમાં સાપ-અજગર ઘણી વખતનો ‘ઘો’ પણ નીકળે છે. આ તમામ વિસ્તારોમાં જ્યાં છેવડો આવેલી સોસાયટી-ફલેટોમાં સરીસૃપ નીકળતા મળ્યાના કિસ્સા અગાઉ બન્યા છે. ચોમાસુ આવતા છેવાડાના વિસ્તારો ખુલ્લા-ખેતરો-મેદાનની નજીક હોવાથી સાપ- અજગર આવી જાય છે. પરંતુ લોકો તુરંત જ આ અંગે હેલ્પલાઈનની મદદ લેતા હોય છે.
બીજી તરફ આણંદ, નડીયાદ, બાલાસિનોર, પેટલાદ તથા સોજીત્રાના અમુક વિસ્તારો કે કેનાલની નજીકમાં હોય છે ત્યાં મગર આવવાના કિસ્સા જાેવા મળ્યા છે. ચોમાસામાં ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવે છે ત્યારે પાણીની સાથે સાથે મગરો પણ ખેેચાઈને કેનાલોમાં આવી જાય છે.
આ મગરો ભરાયેલા પાણીમાં પહોંચે છે. જેને કારણે માનવવસ્તીવાળા વિસ્તારોમાં મગર આવી ચડે છે. અમદાવાદની આસપાસના છેવાડાના વિસ્તારોનો વિકાસ થયો છે પણ જીલ્લા ખેતરોને લીધે સાપ-અજગર આસાનીથી આવી જાય છે. ઘણી વખત તો તેને પકડવા માટેે નિષ્ણાંતોએ પણ ધ્યાન રાખવુ પડે છે. તેનેે પકડીને જંગલમાં છોડી દેવામાં આવે છે.