UGVCL ‘પાવર લોડ’ કે ‘સિક્યોરીટી ડીપોઝીટ’ ને નામે ગેરબંધારણીય રીતે ગ્રાહકોનું શોષણ કરી શકે?!
ગુજરાત હાઇકોર્ટ અને ગુજરાત સરકાર નક્કી કરે કે ઉત્તર ગુજરાત વીજ કંપની ‘પાવર લોડ’ કે ‘સિક્યોરીટી ડીપોઝીટ’ ને નામે અને કથિત નોટીફીકેશન દ્વારા ગેરબંધારણીય રીતે ગ્રાહકોનું શોષણ કરી શકે?!
તસવીર ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ની સબડીવીઝન નરોડા અમદાવાદ ની છે બીજી તસવીર ગુજરાત વિધાનસભાની છે શ્રીજી ઈનસેટ તસવીર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની છે ત્યાર પછી ની તસ્વીર ગુજરાત સરકારના વિદ્યુત મંત્રીશ્રી ની છે
જ્યારે નીચેની તસવીર ગુજરાત હાઇકોર્ટની છે અને ઈનસેટ તસવીર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી અરવિંદકુમાર ની છે તેની બાજુની તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે જ્યારે ઈનસેટ તસવીર એન.વી.રમનાની છે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ના મુખ્ય વહિવટી સત્તાધીશો અને સંચાલક ના માર્ગદર્શન હેઠળ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ અવાર નવાર એવા સામાન્ય નોટિફિકેશન દ્વારા વીજ ગ્રાહકો પાસેથી મનસ્વી ર્નિણય કરી નોટિફિકેશન જાહેર કરી
તેના ખરા તરીકે ઉપયોગ કરી ગ્રાહકો ને તેના આધારે નોટિસો આપી ને કથિત રીતે મનઘડત નાણાકીય વસુલાત કરવાની ગેરબંધારણીય અનઅધિકૃત, કુદરતી ન્યાયના સિદ્ધાંતો સાથે સુસંગત ના હોય એવી પ્રવૃત્તિ કરી ગ્રાહકો પાસેથી અવનવી તરકીબો અજમાવી પૈસા લઈ ગ્રાહકોનું શોષણ કરે છે?!
અને નાગરિકોના મૂળભૂત અધિકારોનો ભંગ કરે છે! ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ એ વર્ષોથી નોંધાયેલા વીજગ્રાહકોને વીજળી પૂરી પાડતી કંપની છે અને આ વીજ કંપનીએ ગ્રાહકોને આવશ્યક સેવા પૂરી પાડે છે અને ગ્રાહક બનાવે છે ત્યારે ગ્રાહકો પાસેથી જરૂરી ડીપોઝીટ લઇ અને ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડતી સંસ્થા છે
જેનો વહીવટી ગુજરાત સરકારના દેખરેખ હેઠળ ચાલે છે ઉત્તર ગુજરાત વીજ કંપની ગ્રાહકોને પુરવઠો પૂરો પાડે છે અને એ એક આવશ્યક સેવા છે!! અને તેના બદલામાં ગ્રાહક જેટલા યુનિટ વીજળી વાપરે છે એટલી રકમનું બીલ કંપની મોકલે છે જે ગ્રાહક ભરી દેછે
અને ગ્રાહક વીજ કંપનીનું બીલ ના ભરેે તો વીજ કંપનીને ગ્રાહક નું જાેડાણ કાપી નાંખવાની પુરેપુરી સત્તા છે આ સંજાેગોમાં વીજ ગ્રાહક એક પંખાને બદલે ત્રણ પંખા વાપરે અને જાે વીજ બીલ વધે તો વીજ કંપનીના વાપરેલા પાવર યુનિટ મુજબ બિલ કાયદેસર રીતે ભરી દે છે! ગ્રાહક જે પાવર યુનિટ વાપરે છે તે મુજબ મોકલવામાં આવતા બિલો ગ્રાહક ભરે છે
ત્યારે રહેણાંક વિસ્તારમાં ગ્રાહક પાસેથી ઉત્તર ગુજરાત વીજ કંપની ‘તમે વધારે લોડ નો પાવર વાપરો છો’ કેમ કંઈ વધારાના લોડને નામે ગ્રાહકો પાસેથી નાણાં વસૂલી શકે નહીં કારણકે જ્યારે ગરમીની સીઝન ના હોય ત્યારે શિયાળામાં ઓછો પાવર વાપરે છે ત્યારે લોડ ઓછો થાય છે અને યુનિટ પણ ઓછા થાય છે
અને ઉનાળામાં વધારે યુનિટ વપરાય અને લોડ વધે છે!! આ સંજાેગો માં ગ્રાહકો આ વાપરેલા યુનિટ મુજબ કાયદેસરનો બિલ ભરે છે તેથી વધારાનો લોડ વાપર્યો હોય ગ્રાહક પાસેથી ‘લોડ વધારા નો ચાર્જ’ લઈ શકે નહીં કારણ કે ગ્રાહકોને વ્યક્તિગત મીટરમાં ટેકનિકલ રીતે, વ્યક્તિગત રીતે લોડ વધારવા માટે વીજ કંપનીએ કંઈ કરવાનું રહેતું નથી!!
અને ગ્રાહક જેટલા યુનિટ પાવર વાપરે છે તેટલું બિલ ભરે છે ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપનીને વીજુડી ને નામે જૂના ગ્રાહકો પાસેથી ચાર્જ ને નામે પૈસા પડાવવાનો, ગ્રાહકોનું શોષણ કરવાનો અધિકાર રહેતો નથી અને છે નહીં અને ઉત્તર ગુજરાતનું આવું કથિત નોટીફીકેશન દ્વારા વધારાના નાણા ગ્રાહકો પાસેથી વસૂલવા એ બંધારણની કલમ ૧૪,૨૧ અને ૨૩ના ભંગ સમાન છે
કારણ કે ઉત્તર ગુજરાત વીજ કંપની ઇન્ડિયા ઇલેક્ટ્રિક એકટ ૨૦૦૩ અને જી ઇ આર સી નોટિફિકેશન હેઠળ આવી રીતે નાણાં વસૂલ થઈ શકે નહીં એટલું જ નહીં ઉત્તર ગુજરાત વીજ કંપની માં એક વાર સિક્યોરીટી ડિપોઝિટ કંપનીએ જે તે સમયે વસુલ કર્યા બાદ આપેલા વીજ જાેડાણમાં વારંવાર વીજ બીલ મુજબ દર વર્ષે સરચાર્જ નિયમને નામે વારંવાર સિક્યુરિટી ડિપોઝિટ માંગી શકે નહીં!!
કારણ કે ગ્રાહકને જેટલું બીલ મોકલવામાં આવે છે અને ગ્રાહક જેટલા યુનિટો પાવર વાપરે છે તેટલું બિલ ભરે છે અને એના ભરે તો વીજ પુરવઠો કંપની કાપી નાખે છે માટે જ્યારે કેન્દ્ર સરકારે કે ગુજરાત સરકારે કાયદો ઘડેલ નથી અને આવો કાયદો ઘડવો કે નોટિફિકેશન બહાર પાડવું એવી સરકાર કે ઉત્તર ગુજરાત વીજ કંપનીને અમર્યાદિત સત્તા નથી!!
જે બંધારણની કલમ ૧૪ નો ભંગ કરે છે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા પૂર્વે ગ્રાહકોના સ્વતંત્રતા પર રોક લગાવવાની કે ગ્રાહકના શોષણ કરવાની સત્તા કોઈને નથી આવું થાય તો એ બંધારણની મૂળભૂત અધિકારનો ભંગ સમાન છે જેની સુઓમોટો નોંધ ગુજરાત સરકાર અને દેશની અદાલતો એ લેવા જાેઈએ! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા ઝેબા દ્વારા)
ઉત્તર ગુજરાત વીજ કંપની કોઈ પણ ગ્રાહક ને ગ્રાહક તરીકે જરૂરી ડીપોઝીટ લઇ એક વાર વીજ જાેડાણ આપે છે ત્યાર પછી ગ્રાહક ના વીજ યુનિટ વપરાશ સીઝન પ્રમાણે બદલાતી રહે છે ત્યારે વીજ કંપની ગ્રાહકના વ્યક્તિગત મીટરમાં પાવર લોડનો વધારો કરતી નથી ત્યારે તે પાવર લોડના નામે પૈસા વસુલી શકે ખરી?!
કાયદો માત્ર સમાજ પર નિયંત્રણ રાખતું સાધન નથી, પરંતુ કાયદો જ્યાં સુધી આદર્શ ન્યાયતંત્ર અને સમાનતા ના મુલ્યો ને સમાહિત કરતો નથી અને વ્યાખ્યા પૂર્ણ થતી નથી – ચીફ જસ્ટીસ એન.વી.રમના
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમનાએ કહ્યું છે કે ‘‘કાયદો માત્ર સમાજ પર નિયંત્રણ રાખવાનું સાધન નથી પરંતુ કાયદો જ્યાં સુધી આદર્શ ન્યાયતંત્ર અને સમાન મૂલ્યોને સમાહિત કરતો નથી, એની વ્યાખ્યા પૂર્ણ થતી નથી’’!!
જ્યારે સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી ધનંજય ચંદ્રચુડે કહ્યું છે કે ‘‘ન્યાયતંત્રે આ સુનિશ્ચિત કરવું જાેઈએ કે નાગરિકોની આઝાદીના હનન સામે તેઓ સંરક્ષણની પ્રથમ હરોળમાં ઉભા રહે’’!! કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કોઈ સંસ્થા ને એવો કાયદો રચવાની, ઘડવાની અને તેનો અમલ કરવાની એક તરફી સત્તા નથી કે અમર્યાદિત સત્તા નથી કે તેમણે ઘડેલો કાયદો કે આવું નોટીફિકેશન જાહેર કરે છે
દેશના બંધારણીય મૂલ્યો સાથે સુસંગત ન હોય દેશના બંધારણના મૂળભૂત અધિકારોનો ભંગ કરતો હોય કે નાગરિક સ્વાતંત્ર્ય નું હનન કરતો હોય, સમાનતાના મૂલ્યો નો ભંગ કરતો હોય કે લોકોનું શોષણ કરતો હોય! કહેવાય છે કે ગુજરાતમાં કાર્યરત ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ગુજરાત સરકારના નિયંત્રણ હેઠળ કાર્ય કરતી સંસ્થા છે
તેઓને તેવી એક સામાન્ય નોટિફિકેશન જાહેર કરીને ગ્રાહકોના મૂળભૂત અધિકારોનો કે બંધારણીય મૂલ્યો નો ભંગ કરતા નિયમો કે ર્નિણયો જાહેર કરી શકે નહીં જેથી ગુજરાત સરકારે અને ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો નોંધ લઇ નાગરિકોને સુરક્ષા પૂરી પાડવી જાેઈએ