Western Times News

Gujarati News

ર૦,૦૦૦ એન્જિનિયર્સની કારકિર્દી માટે પાયો બની વિદ્યાનગરની BVM કોલેજ

વિદ્યાનગરમાં અધ્યાપક અને ૩૦૦ વિદ્યાર્થી સાથે શરૂ થયેલી કોલેજમાં હાલ ૩૦૦ અધ્યાપક અને ૩ર૦૦ વિદ્યાર્થી

વર્ષ ૧૯૪૮માં ૧૪મી જૂનના રોજ સ્થપાયેલી  BVM કોલેજની સ્થાપનાને ૭૪ વર્ષ પૂરા થઈને ૭પમું વર્ષ એટલે અૃમત વર્ષની ઉજવણી થઈ રહી છે

આણંદ, એલ એન્ડ ટીના ગ્રુપ (L&T Group) એકિઝકયુટિવ ચેરમેન ડો. એ.એમ.નાઈક (A. M .Naik) , AICTEના પૂર્વ અધ્યક્ષ પ્રો. એસ.કે.ખન્ના, એપોલો જૂથના સ્થાપક અનિલ પટેલ (Apollo Group) , ઝોમેટોના (Zomato) સીઈઓ મનોજ ગુપ્તા, જેસીબીના (JCB) સીએમડી દિપક શેટ્ટી, કેડબરીના એમડી દીપક ઐયર, એલીકોન ગ્રુપના CMD પ્રયાસ્વીન પટેલે જેવી વ્યક્તિઓને ભાગ્યે જ કોઈ ઓળખતું નહી હોય.

માત્ર ઉદ્યોગ ક્ષેત્રમાં જ નહીં રાજકારણમાં પૂર્વ મંત્રી નરોત્તમ પટેલ (Former Minister Narottam Patel) , આધ્યાત્મિક ક્ષેત્રમાં જ્ઞાનવત્સલ સ્વામી (BAPS Swaminarayan Motivational speaker Gyanvatsal Swami) જેવા અનેક ખ્યાતનામ વ્યક્તિઓની કારકિર્દીનો પાયો બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય એટલે બીવીએમ એન્જિનિયરિંગ કોલેજમાં નંખાયેલો છે. (Birla Vishwakarma Mahavidyalaya BVM, Vallabhvidyanagar, Anand Gujarat)

ભારતના ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાના આર્થિક સહયોગથી સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ધ દ્રષ્ટિ અને પ્રેરણા તેમજ ભાઈકાકા અને ભીખાભાઈ પટેલના અથાગ પરિશ્રમથી વિદ્યાની નગરી વલ્લભ વિદ્યાનગરમાં ગુજરાતની પ્રથમ એન્જિનિયરિંગ કોલેજ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયનો પાયો નંખાયો હતો.

વર્ષ ૧૯૪૮માં ૧૪મી જૂનના રોજ સ્થપાયેલી બીવીએમ એન્જિનિયરિંગ કોલેજના ઉદ્‌ઘાટન પ્રસંગે લોર્ડ માઉન્ટ બેટન ઉપસ્થિત રહ્યા હતા. બીવીએમ કોલેજની સ્થાપનાને ૭૪ વર્ષ પૂરા થઈને ૭પમું વર્ષ એટલે અૃમત વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે વિદેશમાં વિવિધ ક્ષેત્રમાં કાયરત ર૦,૦૦૦થી વધુ એન્જિનિયર્સની ઉજજવળ કારકિર્દીનો પાયો બીવીએમ કોલેજમાં નંખાયો હતો.

ચારૂતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ પટેલે જણાવ્યું કે, વર્ષ ૧૯૪૮માં ૬૦૦૦ સ્કવેરફુટમાં સ્થપાયેલી બીવીએમની શરૂઆત ૩ યુજી પ્રોગ્રામ, ૩૦ અધ્યાપકો તથા ૩૦૦ વિદ્યાર્થીઓથી થઈ હતી. આજે ૩,પ૦,૦૦૦ સ્કવેરફુટ હરિયાળા કેમ્પસમાં ૮ યુજી પ્રોગ્રામ, ૮ પીજી પ્રોગ્રામ, પ પીએડી પ્રોગ્રામ, ૩ર૦૦ થી વધુ વિદ્યાર્થીઓ કાર્યરત છે.

શૈક્ષણિક ક્ષેત્ર, પબ્લિક સેકટરમાં પણ બીવીએમના એન્જિનિયર્સ એ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. આ ઉપરાંત આધ્યાત્મિક ક્ષેત્રે ૩ર જેટલા બીવીએમના એન્જિનિયર્સ બીએપીએસમાં સંતો છે જેમાં જ્ઞાનવત્સલ સ્વામી બીવીએમના મિકેનિકલ એન્જીનીયર છે. ઔદ્યોગિક, સામાજિક, શિક્ષણ, રાજકીય, આધ્યાત્મિક ક્ષેત્રે ર૦,૦૦૦ થી વધુ એન્જિનિયર્સ કાર્યરત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.