આ સંસ્થા આપી રહી છે, ગ્રામીણ વિસ્તારની યુવતીઓને સિવણકામ, કોમ્પ્યુટર, બ્યુટી પાર્લરની તાલીમ
ખેડા જિલ્લાના ગ્રામીણ વિસ્તારની યુવતીઓ RUDCET દ્વારા તાલીમ પામી સર કરશે આત્મ ર્નિભરતાનું આકાશ
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) બેરોજગાર યુવાન-યુવતીઓને નિશુલ્ક તાલીમ આપતી રૂડસેટ સંસ્થા દ્વારા ૩૦ દિવસની બ્યુટિ પાર્લર તાલીમનું આયોજન રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને જીલ્લા ગ્રામ વિકાસ એજંસી, ખેડાના સહયોગથી કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લાના ૩૨ જેટલા ગ્રામ્ય વિસ્તારની બી.પી.એલ પરિવારની બેરોજગાર યુવતિઓએ સફળતા પૂર્વક આ તાલીમમાં ભાગ લીધો હતો.
આ તાલીમના પૂર્ણાહુતિ પ્રસંગે જીલ્લા માહિતી કેન્દ્રના ડેપ્યુટી ડાયરેકટર નિત્યા ત્રિવેદી અને રૂડસેટ સંસ્થાના નિયામકશ્રી અજયકુમાર પાઠક ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ તાલીમાર્થીઓને તાલીમનો સદુપયોગ કરી સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી પોતે ર્સ્વનિભર થવા પ્રોત્સાહિત કર્યા હતા.
તાલીમાર્થીઓને મુખ્ય મહેમાનના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના નિયામક શ્રી અજયકુમાર પાઠકે જણાવ્યુ કે સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૧૯૮૦૨ બેરોજગાર યુવક/યુવતીઓને વિવિધ કૌશલ્ય તાલીમ જેવી કે મોબાઇલ રિપેરિંગ, એ.સી. ફ્રિજ રિપેરિંગ, વાયરિંગ, સિવણકામ, કોમ્પ્યુટર ડી.ટી.પી., બ્યુટી પાર્લર, વિગેરે તાલીમ આપવામાં આવી છે. જેમાંથી ૧૬૩૮૫ તાલીમાર્થીઓ વ્યવસાય ચાલુ કરી પગભર થયા છે . આમ સંસ્થા બેરોજગારી નિવારણ ક્ષેત્રે અમુલ્ય યોગદાન આપે છે.