ભગવાન જગદીશની જળયાત્રા નિજ મંદિરેથી નીકળી સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચી
૧૪૫મી રથયાત્રા પૂર્વે અને પરંપરા પ્રમાણે જેઠ સુદ પૂનમ એટલે કે (૧૪ જૂન, ૨૦૨૨) ભવ્ય જળયાત્રા નીકળી હતી.-ભકતોની હાજરીમાં ભગવાન જગન્નાથ મોસાળમાં પહોંચ્યા
(તસવીર: જયેશ મોદી) (એજન્સી)અમદાવાદ, ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બિજ એટલે કે ૧ જુલાઈએ નિકળવાની છે. મંગળવારે સવારે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રા પૂર્વે અને પરંપરા પ્રમાણે જેઠ સુદ પૂનમ એટલે કે મંગળવારે ભવ્ય જળયાત્રા નિજ મંદિરેથી નીકળી હતી.
સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચીને તમામ વિધીઓ પૂર્ણ કરીને પાછી ફરી હતી. ભક્તોના જય રણછોડ માખણચોરના નાદ સાથે નિજ મંદિર ગૂંજી ઉઠ્યું હતું. ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. હવે ભગવાન જગન્નાથ મોસાળમાં પહોંચ્યા છે.
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ સરસપુરમાં મામાને ઘરે પહોંચ્યા છે. હવે ૧૫ દિવસ સુધી ભગવાન અહીં રહેવાના છે. ભગવાન જગન્નાથના આગમનને લઈને સરસપુરમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. અહીં મોટી સંખ્યામાં ભગવાનના વધામણા કરવા માટે ભક્તો હાજર છે.
હવે સરસપુર મંદિરમાં ૧૫ દિવસ ભગવાન જગન્નાથને લાડ લડાવવામાં આવશે. અહીં દરરોજ વિવિધ કાર્યક્રમનું આયોજન પણ થશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વખતે ધામધૂમથી નીકળવાની છે, ત્યારે રથયાત્રા પૂર્વે અને પરંપરા પ્રમાણે જેઠ સુદ પૂનમ એટલે કે આજે ભવ્ય જળયાત્રા નિજ મંદિરેથી નીકળી સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચીને તમામ વિધીઓ પૂર્ણ કરીને પાછી ફરી છે.
ભક્તોના જય રણછોડ માખણચોરના નાદ સાથે નિજ મંદિર ગૂંજી ઉઠ્યું છે. ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવ્યો છે. જળાભિષેક બાદ શોડોષચાર પૂજન કરવામાં આવ્યું હતું અને પૂજન બાદ ભગવાન ગજવેશ ધારણ કર્યો. અમદાવાદમાં જળયાત્રા બાદ ભગવાને ભક્તોને ગજવેશમાં દર્શન આપ્યા છે.
તમને જણાવી દઈએ કે વર્ષમાં માત્ર એક જ દિવસ ભગવાન ગજવેશ ધારણ કરે છે. ભગવાનના ગજવેશમાં દર્શન કરી ભક્તો ખુશખુશાલ થયા છ.
આ વખતે કોરોનાના કેસ પાછલા દિવસોની સરખામણીમાં વધી રહ્યા છે પરંતુ ગત વર્ષ જેટલા પણ નથી વધી રહ્યા. ત્યારે બે વર્ષ બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાની જળયાત્રા ભક્તોની હાજરીની સાથે ગજરાજ, ભજનમંડળીઓ અને અખાડા સાથે ધામધૂમથી નીકળી હતી.
૧૪૫મી રથયાત્રા પૂર્વે અને પરંપરા પ્રમાણે જેઠ સુદ પૂનમ એટલે કે આજે (૧૪ જૂન, ૨૦૨૨) ભવ્ય જળયાત્રા નીકળી હતી. આ વખતે જળયાત્રામાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. આ જળયાત્રા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી દ્વારા સંપન્ન કરવામાં છે.
મંદિર પરિસરમાં ૧૦૮ કળશ અને ધ્વજ-પતાકા સાથે ૧૮ ગજરાજ પણ જળયાત્રામાં જાેડાયા હતા. શહેરના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરથી જળયાત્રા ૧૦૮ કળશ, ૧૮ ગજરાજ, ભજન મંડળીઓ અને ભક્તો સાથે નીકળીને સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચી હતી. જ્યાં સાબરમતી નદીના કિનારે ગંગાપૂજન કરવામાં આવ્યું હતુ. આ જળયાત્રામાં રથયાત્રાની ઝલક દેખાતી હતી.