હવે “વી”ના યુઝર્સ ટીવી અને મોબાઇલ પર સોની લીવના મનપસંદ કન્ટેન્ટ જોઈ શકે છે

વીએ એના પોસ્ટપેઇડ યુઝર્સ માટે સોનીલિવ પ્રીમિયમ એડ-ઓન પેક પ્રસ્તુત કર્યું -વાજબી ખર્ચે એડ-ઓન ડેટા+ એન્ટરટેઇન્મેન્ટ પેક પ્રસ્તુત કર્યું-
ચિંતામુક્ત ફ્રી બિંજ અનુભવ પ્રદાન કરવા અગ્રણી ટેલીકોમ ઓપરેટર વીએઆજે એના પોસ્ટપેઇડ યુઝર્સ માટે સોનીલિવ પ્રીમિયમ એડ-ઓન પેક ઓપ્શન પ્રસ્તુત કર્યો હતો. નવીક પોસ્ટપેઇડ સ્પેશ્યલ પેક ઓફર મહિને ફક્ત રૂ. 100 (કરવેરા સહિત)ની
સબસ્ક્રિપ્શન ફી પર 10જીબી ફ્રી ડેટા સાથે 30 દિવસ સોનીલિવ પ્રીમિયમ કન્ટેન્ટની સુલભતા ઓફર કરશે, જે પોસ્ટપેઇડ બિલમાં ઉમેરાઈ જશે. વી પોસ્ટપેઇડ યુઝર્સ હવે લોકપ્રિય ફિલ્મો, શૉ, લાઇવ સ્પોર્ટ્સ, એક્સક્લૂઝિવ કન્ટેન્ટ મોબાઇલ અને ટીવી એમ બંને પર જોઈ શકાશે.
યુઇએફએ ચેમ્પિયન્સ લીગ, ડબલ્યુડબલ્યુઇ, બુંદેસ્લિગા, યુએફસી જેવી સ્પોર્ટ્સ પ્રોપર્ટીઝથી લઈને સ્કેમ 1992 – ધ હર્ષદ મહેતા સ્ટોરી, મહારાની, ટેબ્બર, રોકેટ બૉય્સ, ગુલ્લક સિઝન 3 જેવી ઓરિજિનલ, સેલ્યુટ, કાનેક્કાને, શાંતિત ક્રાંતિત અને જેમ્સ જેવી પ્રાદેશિક કન્ટેન્ટ તથાધ ગૂડ ડૉક્ટર, ફેન્ટસી આઇલેન્ડ અને મેગ્પી મર્ડર્સ જેવી ઇન્ટરનેશનલ શૉ સુધી સોનીલિવ તમામ વયજૂથ અને રસ ધરાવતા દર્શકોને આકર્ષક કન્ટેન્ટ ઓફર ધરાવે છે.
આ ઉપરાંત વી વી એપ પર વી મૂવીઝ અને ટીવી (વી એમટીવી) અંતર્ગત એના ગ્રાહકો માટે સમૃદ્ધ કન્ટેન્ટ લાઇબ્રેરી ઓફર કરે છે. વી એમટીવી એપ 450+ લાઇવ ટીવી ચેનલ્સ, લાઇવ ન્યૂઝ ચેનલ્સ અને અન્ય ઓટીટી એપ્સમાંથી પ્રીમયિમ કન્ટેન્ટ ધરાવે છે.