Western Times News

Gujarati News

વડોદરાઃ સગી માતાએ ચપ્પુથી સગીર દીકરીની હત્યા કરી નાખી

વડોદરા, શહેરમાં એક અજીબ બનાવ બન્યો છે. જેમાં સગી માતાએ પોતાની ૧૩ વર્ષની સગીર દીકરીને ચપ્પુના ૨૦ જેટલા ઘા મારીને ઈજા પહોંચાડી છે. આ મામલે સમા પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ ઈજાગ્રસ્ત દીકરીને સારવાર માટે સયાજી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

માતાના અન્ય કોઈ પુરુષ સાથે પ્રેમ સંબંધમાં આ હુમલો થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આરોપી માતાએ પોતાના પતિ સાથે છૂટાછેડા લીધેલા છે. ચોંકાવનારી આ ઘટનામાં પુત્રી પર હુમલો કર્યા બાદ માતાએ જ પોલીસને ફોન કરીને પોતાની દીકરીની હત્યા કરી નાખી હોવાનો ફોન કર્યો હતો. આ ઉપરાંત દીકરીને સારવાર માટે ખસેડવા માટે પોતે જ ૧૦૮ને પણ ફોન કર્યો હતો.

એવી પણ વિગત સામે આવી છે કે માતા જે યુવક સાથે પ્રેમ સંબંધમાં હતો તે યુવક તેની સગીર દીકરી નજીક આવી ગયાની માતાને શંકા હતી. આ અંગે અલગ અલગ મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે વડોદરાના આજવા રોડ પર માતા-પુત્રી રહે છે.

માતા પુત્ર કોઈ ઓનલાઇન બિઝનેસ થકી આવક રળીને પોતાનો જીવન નિર્વાહ કરે છે. આરોપી મહિલાએ ૨૦૧૩ના વર્ષમાં તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા. સમય જતાં મહિલા એક યુવકના પરિચયમાં આવી ગઈ હતી. જે બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતો.

આ દરમિયાન મહિલાની પુત્રીને આ પ્રેમ સંબંધની જાણ થઈ ગઈ હતી. જેથી માતા-પુત્રી વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા. એવું પણ જાણવા મળ્યું છે કે સમય જતાં મહિલાની પુત્રીને તે યુવકની નજીક આવી ગઈ હતી. જે બાદમાં માતા-પુત્રી વચ્ચે ઝઘડા વધી ગયા હતા.

મંગળવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ માતા અને પુત્રી ઘરે હતા. આ દરમિયાન કોઈ વાતને લઈને ઝઘડો થતાં માતા તેની પુત્રી પર ચપ્પુ લઈને તૂટી પડી હતી. માતાએ તેની જ દીકરી પર ઉપરાછાપરી ચપ્પુના ૨૦ વાર કરી દીધા હતા. જે બાદમા તે દીકરીને લઈને સયાજી હૉસ્પિટલ પહોંચી હતી.

આ દરમિયાન માતાએ પોલીસ કંટ્રોલ રૂમને એવો ફોન પણ કર્યો હતો કે તેણે પોતાની દીકરીની હત્યા કરી નાખી છે. આ દરમિયાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

આ મામલે કોઈ પોલીસ ફરિયાદ થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું નથી. પોલીસે આ મામલે મહિલાના સંબંધીને ફરિયાદી બનાવ માટે સમજાવ્યા હતા પરંતુ કોઈ ફરિયાદી બનાવ તૈયાર થયું ન હતું. એવી પણ જાણકારી મળી છે કે દીકરી પર ચપ્પુ લઈને તૂટી પડ્યા બાદ માતાએ જ પોલીસ અને ૧૦૮ને ફોન કર્યો હતો.

પોલીસ આવી પહોંચી ત્યારે માતાએ સમગ્ર કહાની જણાવી હતી. જે બાદમાં ૧૦૮ મારફતે ઈજાગ્રસ્ત દીકરીને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે મહિલાએ અગાઉ બે વખત છૂટાછેડા લીધા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.