વરૂણ ધવન ટુંક સમયમાં જ લગ્ન કરે તેવી પૂરી સંભાવના
મુંબઇ, હાલમાં બોલિવુડમાં અનેક કલાકારોના લગ્નને લઇને સમાચારો વારંવાર આવી રહ્યા છે. એકબાજુ જ્યાં બોલિવુડની ફેવરીટ જાડી લગ્નમાં બંધાઇ રહી છે. હવે જાણવા મળી રહ્યુ છે કે વરૂણ ધવન પણ ટુંક સમયમાં લગ્ન કરી લેનાર છે. તે હાલમાં કુલી નંબર વન ફિલ્મને લઇને વ્યસ્ત છે. તે પણ ટુંક સમયમાં લગ્ન કરીને તમામ ચર્ચાઓનો અંત લાવવા માટે ઇચ્છુક છે. રણબીર કપુર અને આલિયા હાલમાં એકબીજાના પ્રેમ છે અને આ જોડી પણ ટુંક સમયમાં જ લગ્ન કરી શકે છે. યુવા પેઢીમાં લોકપ્રિયતા મેળવી રહેલો વરૂણ ધવન પણ લગ્ન કરવા માટેની તૈયારીમાં છે. વરૂણ ધવને પોતે આ અંગેની વાત કરી છે. તેનુ કહેવુ છે કે તેના લગ્નમા પણ વધારે સમય રહ્યો નથી. અસલ લાઇફમાં તેના લગ્નને લઇને શુ સમાચાર છે તે અંગે પુછવામાં આવતા વરૂણે કહ્યુ હતુ કે તે ટુંક સમયમાં જ લગ્ન કરનાર છે.
વરૂણ ધવન વારંવાર તેની લાંબા ગાળાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલની સાથે નજરે પડે છે. જેથી તેમના લગ્નને લઇને અટકળો ચાલી રહી છે. હાલમાં લગ્નના સમાચારો ચાલી રહ્યા છે. બીજી બાજુ રણબીર કપુર અને આલિયા ભટ્ટ વચ્ચેના લગ્નના સમાચાર પણ બોલિવુડમાં શરૂ થઇ ગયા છે. જો કે હજુ સુધી તમામ બાબતો સ્પષ્ટ થઇ રહી નથી. હવે વરૂણના લગ્નને લઇને પણ જાહેરાત કરવામાં આવનાર છે.
યુવા સુપરસ્ટાર વરૂણ છેલ્લે કલંક નામની ફિલ્મમાં નજરે પડ્યો હતો. જે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. હવે તેની પાસે વધારે ફિલ્મ હાલમાં રહેલી નથી. જા કે તે યુવા પેઢીમાં ચર્ચા જગાવી રહ્યો છે. તેની પાસે સારી ઓફર આવી રહી છે. હોમ પ્રોડક્શનની ફિલ્મ કુલી નંબર વનને લઇને તે આશાવાદી બનેલો છે.